બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ચિન્મય મિશન-યુકે દ્વારા ‘ક્રિષ્ના - માય બેસ્ટ ફ્રેન્ડ’ વર્કશોપઃ ચિન્મય મિશન-યુકે દ્વારા 24 માર્ચના રોજ (સવારે 10થી 11.30) 5થી 12 વર્ષના બાળકો માટે ‘ક્રિષ્ના - માય બેસ્ટ ફ્રેન્ડ’ વિષય પર 90 મિનિટના ઇન્ટરેક્ટિવ વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપનું સંચાલન જાણીતા બાળલેખક - સ્ટોરીટેલર અને ચિન્મય મિશન - હોંગકોંગના રેસિડેન્ટ ટીચર સ્વામિની સુપ્રિયાનંદા કરશે. આની સાથે સાથે જ માતાપિતા માટે અલગથી ‘સ્પિરિચ્યુઅલ એપ્રોચીસ ૂટ મોડર્ન ડે પેરન્ટીંગ’ વર્કશોપ યોજાયો છે, જેનું સંચાલન બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્ય કરશે. કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. સ્થળઃ હેરો ડિસ્ટ્રીક્ટ મેસોનિક સેન્ટર, નોર્થવિક સર્કલ, કેન્ટન, મિડલસેક્સ - HA3 0EL. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.chinmayauk.org