બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પુષ્ટિ નિધિ-યુકે દ્વારા શ્રીજીધામ હવેલી-લેસ્ટર ખાતે 10 થી 25 સપ્ટેમ્બર સાંજી કાર્યક્રમ યોજાયો છે. વધુ માહિતી માટે સંપર્કઃ +44 116 212 2827 સ્થળઃ 504 મેલ્ટન રોડ, લેસ્ટર, LE4 7SP
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (યુકે) દ્વારા ભારતથી વિચરણ અર્થે આવેલા પૂ. જાગુબહેન અને મહિલા ત્યાગી મુક્તોની નિશ્રામાં 19 સપ્ટેમ્બર સત્સંગ સભાનું આયોજન થયું છે. જેમાં 15મીએ અને 16મીએ સાંજ સભા અને બાલિકા સભા (7.00થી 8.30), 17મીએ જાહેર સભા (સાંજે 6.30થી 8.30) તથા બાલિકા સભા (7.30થી 8.30) અને 18મીએ સાંજ સભા અને બાલિકા સભા (7.00થી 8.30) યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - 07917 623 611 સ્થળઃ એસએમવીએસ ટેમ્પલ, 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી લંડન - NW9 9RL
• પંકજ સોઢા અને ઝીટીવી એચડી દ્વારા ‘કાકા કો કુછ કુછ હોતા હૈ’ નાટકનો શો 22 સપ્ટેમ્બરે લંડનમાં ભારતીય વિદ્યાભવન, 24મીએ ક્રોયડનમાં ઓસેસિસ એકેડેમી અને 25મીએ ઇસ્ટ લંડનમાં વુડબ્રિજ હાઇ સ્કૂલ ખાતે રજૂ થશે. યુનુસ પટેલ દ્વારા દિગ્દર્શિત આ કોમેડી નાટકમાં પ્રથમ ભટ્ટ, ધ્રુવ બારોટ, આસીફ પટેલ વગેરે કલાકારો મુખ્ય ભૂમિકામાં ચમકે છે.