• વિહિપ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગ ડે પ્રસંગે 19 જૂન - રવિવારે સવારે 10-00 વાગ્યથી વિનામૂલ્યે વર્કશોપ યોજાયો છે. જેમાં માનવતા ઇન્ટરનેશનલના સ્થાપક અને યોગ અભ્યાસુ શ્રીનિવાસ અલ્લુરી (શ્રીની) વિવિધ યોગાસન, ઇમ્યુનિટી વધારે તેવી થેરેપી ટેક્નિક્સ, બાળકો માટે યોગ, હેલ્ધી ફૂડ વગેરે અંગે માર્ગદર્શન આપશે. વર્કશોપમાં ભાગ લેવા આવનાર વ્યક્તિને કમ્ફર્ટેબલ વસ્ત્રો પહેરવા તેમજ સાથે યોગામેટ લાવવા જણાવાયું છે. વધુ વિગત માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ +44 20 8553 5471