સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

Wednesday 16th April 2025 06:45 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત વણિક એસોસિએશન દ્વારા રવિવાર - 20 એપ્રિલે (સવારેઃ 10.15થી બપોરે 1.15) મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા, સ્નાત્રપૂજા, સ્તવન, 14 સ્વપ્ન, કલ્પ સુત્ર વાંચન, મહાવીર પ્રભુ જન્મ નૃત્ય-ગરબા, પ્રભુની પારણામાં પધરામણી, આરતી અને મંગલ દીવો અને સ્વામી વાત્સલ્ય. સ્થળઃ નવનાત સેન્ટર (હેય્સ)
• કરમસદ સમાજ યુકેનો 54મો વાર્ષિક મિલન સમારોહ અને મનોરંજક કાર્યક્રમ તા. 27 એપ્રિલ (બપોરે 2.30થી). સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA (વિશાળ કાર પાર્કિંગ સાથે). કરમસદવાસીઓને આ મિલન સમારોહમાં હાજરી આપવા અને સાંસ્કૃતિક-સંગીતમય કાર્યક્રમોની મજા માણવા સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. પોસ્ટેજના ઊંચા દરના કારણે હવે સંસ્થાના સર્ક્યુલર્સ ઇલેક્ટ્રોનિકલી મોકલવાનું શરૂ કર્યું હોવાથી જો આપે મોબાઇલ નંબર કે ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ ના કરાવ્યું હોય તો www.karamsadsamaj.com વેબસાઇટ પર અથવા ઇમેઇલ આઇડી [email protected] મારફતે નોંધણી કરાવી શકો છો.
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા 2થી 5 મે દરમિયાન આધિદૈવિક 84 વૈષ્ણવોની વાર્તા સત્ર. મુખ્ય વક્તાઃ પૂ. ગો. શ્રી રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજ અને સહવક્તાઃ પૂ.ગો. શ્રી શિશિરકુમારજી રસિકવલ્લભજી. સમયઃ 2 મે - સાંજે 6.00થી 8.00 / 3થી 5 મે બપોરે 3.30થી સાંજે 6.00). સ્થળઃ સેન્ટ બર્નાડેટ્ટે’સ પ્રાયમરી સ્કૂલ, ક્લિફ્ટન રોડ, કિંગ્સબરી, લંડન - HA3 9NS. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 07884 835 410


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter