બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
મહાશિવરાત્રી પર્વે વિવિધ કાર્યક્રમ
• નિસ્ડન બીએપીએસ મંદિર: દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વે 8 માર્ચે નિસ્ડન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ પ્રસંગે મહારુદ્રાભિષેક (સવારે 9.00થી રાત્રે 8.00 ), અન્નકૂટ (સવારે 9.00થી રાત્રે 8.00) અને અન્નકૂટ આરતી (11.45 વાગ્યે) યોજાશે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ neasdentemple.org
સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરઃ મહાશિવરાત્રી પર્વે 8 માર્ચે સવારે 8.30થી રાત્રે 8.00 સુધી શિવ અભિષેક, શિવ મંત્રોચ્ચાર, શિવ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. તિવારી પરિવારના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં જોડાવા સહુને આમંત્રણ છે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, IG1 1EE