સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

Tuesday 16th April 2024 09:54 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા રામનવમી ઉત્સવ ઉજવણી પ્રસંગે 17 એપ્રિલના રોજ સાંજે 6.00-7.30 પ્રસાદી, ત્યારબાદ ભજન અને રાત્રે 9.30 વાગ્યે આરતીનું આયોજન થયું છે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર (જી.વી. ગોકળ હોલ), બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX વધુ માહિતી માટે સંપર્કઃ મધુબહેન પોપટ - 07500 701 318 / પરાગભાઇ ઠક્કર 07951229 513
• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે દ્વારા સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ઉજવણી પ્રસંગે તા. 17 એપ્રિલ અને 20 એપ્રિલે સેવાનો લ્હાવો લો. આપ ઠાકોરજીના વાઘા, અન્નકુટ સેવા અને ઠાકોરજી થાળ તથા સંત પારણા રસોઇનો લાભ લઇ શકો છો. વધુ માહિતી સંપર્કઃ 020 8965 2651. આ ઉપરાંત સ્વામિનારાયણ જયંતી પર્વે 15થી 21 એપ્રિલ દરમિયાન આયોજિત દૈનિક સત્સંગનો સમય my BAPS એપ ઉપલબ્ધ છે.
• શ્રી વલ્લભનિધિ યુકે - શ્રી સનાતન હિન્દુ મંદિરના ઉપક્રમે હનુમાન જયંતી પર્વે 23 એપ્રિલના રોજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. આ પર્વે બપોરે 12.00 વાગ્યે હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જ્યારે સવારે 9.00થી મધરાત સુધી અખંડ હનુમાન ચાલીસા બાદ આરતી થશે. બપોરે 1.00 વાગ્યાથી રમણભાઇ ગોકળ હોલમાં પ્રસાદી અપાશે.
સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી મિડલસેક્સ, HA0 4TA વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિકભાઇ પંડ્યા 07801 838 511 / વિશાલભાઇ પંડ્યા - 07557 308 251


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter