બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પશ્ચિમની ધરતી ઉપર પુષ્ટીમાર્ગ અને સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર પ.પૂ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂજ્ય દાદાશ્રી)ના લાડકા પ્રપૌત્ર વિદ્વાન વ્યાકરણશાસ્ત્રી, તેજસ્વી યુવાન કથાકાર જે આપણા વેદશાસ્ત્રમાં રહેલા વિજ્ઞાન સાથે સમજૂતી આપનાર શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીજી શ્રી ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા યુકે પધારી રહ્યા છે. એમના પ્રવચન-સત્સંગનો લાભ લેવા સૌને નિમંત્રણ. વધુ વિગત માટે સંપર્ક અમી મોરજરીયા 07932 964393 / પ્રમોદભાઇ ઠક્કર 0786092270
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE. (ફોનઃ 020 8553 5471)