બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સાઉથ લંડનના બાલમ હાઇરોડ ખાતે રાધાકૃષ્ણ મંદિર - શ્રીનાથજી હવેલી ખાતે 23 ઓક્ટોબર સુધી બપોરે 1.00થી 4.00 અને રાત્રે 8.00 થી 11.00 દરમિયાન નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું છે. 22 ઓક્ટોબરે આઠમના રોજ સવારે 10.00થી 12.00 હવન અને 28 ઓક્ટોબરે શરદપૂનમના ગરબા.
• કરમસદ સમાજ - યુકે દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 24 ઓક્ટોબર સુધી તેમજ 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. (સમયઃ સાંજે 7.30વાગ્યાથી) સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ -
TW13 7NA
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી તા. 24 ઓક્ટોબર સુધી જ્યારે 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. (સમયઃ સાંજે 7.30 થી 11.00) સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT
• ગ્રાન્ડ સેફાયર દ્વારા નવરાત્રિની ઉજવણી તા. 20 ઓક્ટોબર. (સમયઃ સાંજે 7.00 થી રાત્રે 1.00) સ્થળઃ 45 ઇમ્પિરિયલ વે, ક્રોયડન - CR0 4RR
• એસકેએલપીસી (યુકે) દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 28 ઓક્ટોબર સુધી. (સમયઃ 7.30 થી રાત્રે 11.00) આ સાથે તા. 22મીએ ફેમિલી વર્કશોપ (સમયઃ સવારે 11.00 થી બપોરે 3.00), 24મીએ દશેરા અને 27 તથા 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા નવરાત્રિ ગરબા તા. 23 ઓક્ટોબર સુધી. (સમયઃ સાંજે 7.30થી) આ સાથે 24મીએ દશેરા અને 27 તથા 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિ રાસ-ગરબા તા. 24 ઓક્ટોબર સુધી અને 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમાની ઉજવણી. (સમયઃ રાત્રે 8.00થી). સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે તા. 23 ઓક્ટોબર શારદીય નવરાત્રિની ઉજવણી થશે. તા. 22મીએ દુર્ગા અષ્ટમી ઉજવાશે. સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE