સંસ્થા સમાચાર (અંક 22 એપ્રિલ 2023)

સંસ્થા સમાચાર

Wednesday 19th April 2023 06:22 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રીનાથધામ હવેલી, હેરો દ્વારા તા.૨૩ એપ્રિલના રોજ અક્ષય તૃતીયા ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે બપોરે ૧૨ થી ૧.૦૦ દરમિયાન રાજભોગ દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે મનોરથી થવા સંપર્ક મીનાબેન પોપટ 07958 436 586.
• કરમસદ સમાજ - યુકેનો 52મો વાર્ષિક મિલન સમારોહ મનોરંજક કાર્યક્રમ સાથે 23 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે. કરમસદવાસીઓને દીકરીઓ અને બહેનો સહિતના પરિવારજનો સાથે પધારવા આમંત્રણ છે. જે સભ્યોના સરનામા બદલાયા હોય તેમને સંસ્થાની વેબસાઇટ www.karamsadsamaj.co.uk પર ફોર્મ ભરવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ (079 5645 8872)
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરના સમયમાં 17 એપ્રિલથી ફેરફાર થયો છે. હવેથી મંદિર સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આરતી સવારે 10.00 વાગ્યે અને સાંજે 7.15 કલાકે થશે. સેન્ટર ખાતે 29 એપ્રિલ - શનિવારે (સવારે 10.30થી સાંજે 7.17) હનુમાન જન્મોત્સવ પ્રસંગે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન થયું છે. આ પ્રસંગે સાંજે 7.15 વાગ્યે આરતી - શાંતિપાઠ અને 7.30 વાગ્યે ભોજન પ્રસાદ યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter