બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા પુરુષોત્તમ માસમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર જપયજ્ઞ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપૂર્ણ દશમસ્કંધ વિરાટ યજ્ઞ રાજુભાઇ શાસ્ત્રીના વ્યાસાસને તા. 22થી 29 જુલાઇ દરરોજ બપોરે 1.30થી સાંજે 6.00. સ્થળઃ સેન્ટ બર્નાડેટ્ટ’સ સ્કૂલ, ક્લિફટ્ન રોડ, કિંગ્સબરી - HA3 9NS. વધુ વિગત માટે સંપર્કઃ 07778 886 070
• શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર (એસએસજીપી) યુકે દ્વારા 22 જુલાઇના રોજ સાંજના 5.30થી 7.00 વાગ્યે શ્રી રાધા કૃષ્ણ ટેમ્પલ - ઓલ્ડહામ ખાતે પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-અમદાવાદ)ની સત્સંગ સભા. સ્થળઃ શ્કોફિલ્ડ સ્ટ્રીટ, હેટરશો, ઓલ્ડહામ - OL8 1QJ. (વધુ માહિતી માટે સંપર્કઃ શશી નારદાની - 07967 621012) આ ઉપરાંત શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - બોલ્ટન દ્વારા તા. 23થી 29 જુલાઇ રોજ સાંજના 5.30થી 8.30 શ્રી ભાગવત કથા યોજાઇ છે. સ્થળઃ ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન - BL3 6AS. (વધુ માહિતી માટે સંપર્કઃ 0773 9717372)
• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 17થી 23 જુલાઇ સ્થળઃ શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, ગેટવિક, બોન્નેટ્સ લેન, આઇફિલ્ડ, ક્રોલી - RH 11 0NY ખાતે યોજાઇ છે. કથાનો સમય દરરોજ સાંજે 5.00થી 8.00. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• ધર્મજ સોસાયટી ઓફ લંડન અને છ ગામ નાગરિક મંડળનો સંયુક્ત વાર્ષિક મિલન સમારોહ તા. 23 જુલાઇના રોજ (બપોરે 3.00થી રાત્રે 10.00) યોજાયો છે. સાંજે 7.00 વાગ્યે ડીનર. ધર્મજ સોસાયટી અને છ ગામ નાગરિક મંડળના તમામ વતનીઓને આ પ્રસંગે પધારવા અનુરોધ કરાયો છે. સ્થળઃ સત્તાવીસ, પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી - HA9 9PE કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ મનહર પટેલ 07860 430895
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે અધિક શ્રાવણ માસ પર્વે તા. 17 જુલાઇથી 11 સપ્ટેમ્બર દરમિયાન દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. 29 જુલાઇના રોજ સાંજે 5.30 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ યોજાયા છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471