બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - લંડન દ્વારા તા. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વે સવારે 9.00થી રાત્રે 8.00 વાગ્યા સુધી શિવપૂજા, બિલિપત્ર અને દૂધ વડે વૈદિક મહારુદ્રાભિષેક, મંદિરની હવેલીમાં ભગવાન અમરનાથના પ્રતીકસ્વરૂપ બરફના શિવલિંગના દર્શન. અન્નકૂટ આરતી બપોરે બપોરે 11.45વાગ્યે. સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન-NW10 8HW. વધુ વિગત માટે સંપર્કઃ + 44 (0)20 8965 2651
• ગુજરાત હિન્દુ સોસાયટી (જીએચએસ)ના ઉપક્રમે તા. 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ પર્વે દિવસભર વિવિધ ધાર્મિક આયોજનો થયા છે. સવારે 9.30 આરતી, બપોરે 1.00થી2.00 ફરાળ પ્રસાદ, 2.00-4.00 રુદ્રાભિષેક, સાંજે 6.45 સંધ્યા થાળ, 7.00 સાંધ્ય આરતી, 7.30 કમળ પૂજા અર્પણ, રાત્રે 8.00 ધ્વજા આરોહણ, 8.30 મહાદેવજીની આરતી તથા ફરાળ પ્રસાદ અને 9.15 શયન આરતી.
• સડબરી જલારામ જ્યોત મંદિર વીરપુરધામ ખાતે તા. 26ના રોજ સવારે 6.30 કલાકથી બીજા દિવસ 27 ફેબ્રુઆરી સવારે 6.47 કલાક સુધી 24 કલાક ચાર પ્રહરની પૂજા યોજાશે. આ પ્રસંગે શિવ અભિષેક (સવારના 6.30થી બીજા દિવસે સવારે 6.47), શિવ અભિષેક રાજોપચાર સેવા (સવારના 6.30થી સવારે 7.30 - દર કલાકે), શિવ રુદ્રી અભિષેક આરતી (સવારના 8.00થી સવારે 9.00 - દર બે કલાકે), શિવ અતિરુદ્ર મહાપૂજા રાજોપચાર પૂજા અને શ્રુંગાર મહાઆરતી સવારના 9.00થી સવારે 10.30 - દર ચાર કલાકે) યોજાયા છે. આ ઉપરાંત શિવઆરતી, ભસ્મઆરતી, શ્રુંગાર આરતી, રાજભોગ આરતી, સાંધ્ય વિવાહ આરતી, શિવરાત્રિ દીપઆરતી, શિવ દિવ્યરાત્રિ આરતી અને શિવ મહાઆરતી (બીજા દિવસે સવારે). સ્થળઃ રેપટન એવન્યુ, HA0 3DW. વધુ માહિતી માટે સંપર્કઃ 020 8902 8885
• શ્રી વલ્લભ નિધિ-યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ (સવારે 9.15થી 10.15, 10.30-11.30 અને 4.00થી 5.00) રુદ્રી પૂજા યોજાઇ છે. સ્થળઃ વેમ્બલી મંદિર, ઇલિંગ રોડ, એલ્પર્ટન, વેમ્બલી - HA0 4TA. પૂજામાં ભાગ લેવા સંપર્ક કરોઃ મંદિર ઓફિસ - (020) 8903 7737 (સોમથી શુક્ર - સવારે 10.00થી સાંજે 5.30) અથવા જૂઓ વેબસાઇટ - www.svnuk.org
• બ્રહ્મા કુમારીઝ અને ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ-લંડન દ્વારા મહાશિવરાત્રિ પર્વે તા. 23 ફેબ્રુઆરીના રોજ શ્રી કાશી વિશ્વનાથ દર્શન, એક્ઝિબિશન (બપોરે 3.00-4.00 તથા સાંજે 5.00-6.00) તેમજ સ્ટેજ ઇવેન્ટ (સાંજે 4.00 વાગ્યે) યોજાશે. સ્થળઃ ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, 65-69 પાઉન્ડ લેન, વિલ્સડન, લંડન - NW10 2HH
• ઓમ શક્તિ સેન્ટર - હેરો લેઝર સેન્ટર એટલે ઘડપણ સાથે એકલતા, અકળામણ, માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા અને રોગોથી ઘેરાયેલા વડીલો માટે જિંદગી જીવવાની સાચી તક. સેન્ટરમાં યોગ-કસરત-રિલેક્સેશન, ડે ટ્રીપ્સ - મંદિરોની યાત્રા, ધાર્મિક પ્રસંગોની ઉજવણી, રમતગમત-રાસગરબા, વિવિધ વિષયો પર ચર્ચા, શૈક્ષણિક પ્રવૃત્તિ, વિચારોનું આદાનપ્રદાન સહિતની પ્રવૃત્તિ યોજાય છે. સમયઃ દર બુધવારે સવારે 9.45થી બપોરે 3.00. (સ્થળઃ મેસફિલ્ડ સ્યુટ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો મિડલસેક્સ - HA3 5B) વધુ માહિતી માટે સંપર્કઃ સિનિયર કો-ઓર્ડિનેટર રંજન માણેક, સીબીઇ - 07930335978
• નોટિંગહામ એશિયન આર્ટ્સ કાઉન્સિલ (NAAC) અને નોટિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા તા. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ (સાંજે 5.00થી મોડી રાત સુધી) નોટિંગહામ લાઇટ નાઇટ અંતર્ગત પ્રકાશ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા છે. સ્થળઃ નોટિંગહામ સિટી સેન્ટર. જ્યારે 15 માર્ચના રોજ (બપોરના 12.00થી સાંજના 5.00 સુધી) રંગોના ઉત્સવ હોલી ઇન ધ પાર્કનું આયોજન થયું છે. સ્થળઃ ફોર્મલ ગાર્ડન્સ, વોલ્ટન પાર્ક.