બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને એશિયન ફાઉન્ડેશન એન્ડ પ્રાણઆશાના ઉપક્રમે તા. 22 માર્ચના રોજ સવારે 10.00થી સાંજે 4.00 સ્નેહ મકનજી અને ગ્રૂપ દ્વારા 51 હનુમાન ચાલીસા પાઠ અને સાંજે 7.00 વાગ્યાથી મુંબઇના જાણીતા ગાયિકા સુપ્રિયા જોષીના બોલિવૂડના લાઇવ ગીતોનો સંગીતસભર કાર્યક્રમ યોજાયો છે. સેન્ટ લ્યૂક્સ હોસપિસ કેન્ટન - હેરના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમોમાં સેન્ટ લ્યૂક્સના પેટ્રન લોર્ડ ડોલર પોપટ હાજરી આપશે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, (બ્રેમ્બર રોડ સાઉથ હેરો - HA2 8AX) વધુ વિગત માટે સંપર્કઃ કેતનભાઇ મહેતા 07899 807 060 / વિનુભાઇ કોટેચા 07956 847 764
• ભારતીય હાઇ કમિશન દ્વારા નેહરુ સેન્ટર-લંડન ખાતે 22 માર્ચથી 18 મે દરમિયાન યોગ - કથક અને ભરતનાટ્યમના વર્ગો યોજાયા છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ - 14 માર્ચ. સ્થળઃ 8 સાઉથ ઓઉડલે સ્ટ્રીટ લંડન - W1K 1HF. વધુ વિગત માટે જૂઓઃ www.nehrucentre.org.uk