બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ રામ્સગેટ બીચ ખાતે શ્રી ગણેશ વિસર્જનનું આયોજન થયું છે. વિશેષ કોચ મંદિરેથી સવારે 9.30 કલાકે રવાના થશે અને સાંજે 4.30 વાગ્યે પરત રવાના થશે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE. વધુ વિગત માટે સંપર્કઃ વિજય ખેત્રપાલ (+44 7799 957 558) અથવા હનુમંત રાવ (+44 7939 096 575)
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત ‘આજે રોકડા ને કાલે ઉધાર’ હાસ્ય નાટક તા. 22 કોવેન્ટ્રી (શો ટાઇમ સાંજે 7.30), તા. 23 રાયસ્લીપ (શો ટાઇમ રાત્રે 8.00), તા. 24 પોટર્સ બાર (શો ટાઇમ સાંજે 6.00), તા. 28 ભવન (શો ટાઇમ સાંજે 7.00) અને લેસ્ટર (શો ટાઇમ રાત્રે 8.00) ભજવાશે. જયદીપ શાહ દ્વારા દિગ્દર્શીત આ નાટકમાં પરેશ ભટ્ટ, કુલદીપ ગોર, અર્પિતા સેઠિયા, મહેક ભટ્ટ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. વધુ માહિતી માટે સંપર્ક - ગેલેક્સી શો 07985222186
• શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ની એન્યુઅલ જનરલ મિટીંગ તા. 1 ઓક્ટોબરના રોજ બપોરે 3.00થી 5.00 દરમિયાન સંસ્થાના શ્રી વિવેકાનંદ હોલમાં યોજાશે. બેઠકના એજન્ડામાં પ્રમુખ ભગુભાઇ ચુડાસમાનો રિપોર્ટ, માનદ્ પ્રમુખ મુકેશભાઇ લાડવાનું સંબોધન, ટ્રેઝરરનો રિપોર્ટ, વર્તમાન કમિટીનું વિસર્જન અને નવી કમિટીની ચૂંટણી વગેરેનો સમાવેશ થાય છે. સ્થળઃ 541a નોરવિક રોડ, ટાયસ્લે, બર્મિંગહામ - B11 2JP. વધુ વિગત માટે સંપર્કઃ ઓફિસ (0121 - 764 4174)