બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નારાયણ ભજન સંધ્યા-સન્માન સમારોહ
• શ્રી નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા 22 મેના રોજ સવારે 10.00થી બપોરે 2.00 બર્મિંગહામમાં લક્ષ્મી નારાયણ મંદિર (541A વોરવિક રોડ, ટાયસ્લે B11 2JP) ખાતે અને 25 મેના રોજ બપોરે 3.00થી સાંજે 6.00 બ્રેડફોર્ડમાં શ્રી પ્રજાપતિ એસોસિએશન (થોર્નટન લેન, ઓફ લિટલ હોર્ટન લેન, બ્રેડફોર્ડ, વેસ્ટ યોર્કશાયર BD5 9DN) ખાતે નારાયણ ભજન સંધ્યા અને સન્માન સમારોહનું આયોજન થયું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ગોપેશ કુમાર શર્મા 07438425364 અથવા ગજેન્દ્રસિંહ ભગરોટ 07459199832
•••
ગુરુદેવશ્રી રાકેશજી જૂનમાં યુકે પ્રવાસે
• શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક અને આધ્યાત્મિક વડા ગુરુદેવશ્રી રાકેશજી જૂન માસમાં બ્રિટનના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ સ્થળે તેમના પ્રવચન યોજાયા છે. લેસ્ટરમાં 18 જૂને (રાત્રે 8.00થી 10.00) એથેના ઇવેન્ટ્સ વેન્યુ (ક્વીન સ્ટ્રીટ, લેસ્ટર - LE1 1QD) ખાતે પ્રવચન યોજાયું છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ events.srmd.org/leicester લંડનમાં 20 જૂન (રાત્રે 8.00થી 10.00), 22 જૂન (રાત્રે 8.00થી 10.00) અને 23 જૂને (સવારે 10.30થી 12.00) બાયરન હોલ (હેરો લેસર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD) ખાતે પ્રવચન યોજાયા છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ london.srmd.org/20years
•••
ભક્તિવેદાંત મેનોરમાં ગૌરાંગ દાસનું પ્રવચન
વોટફર્ડ સ્થિત સ્કૂલ ઓફ ભક્તિ દ્વારા 28 મેના રોજ સાંજે 7.00 વાગ્યે ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન-વોટફર્ડ) ખાતે વેદિક વિઝડમ વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર જાણીતા આધ્યાત્મિક ગુરુ ગૌરાંગ દાસ આ પ્રસંગે ‘સ્પિરિચ્યુઅલ ઇલ્યુમિનેશન - લિડરશીપ ગાઇડેડ બાય વિઝડમ’ વિષય પર પ્રવચન આપશે. મુંબઇની પ્રતિષ્ઠિત ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના ગ્રેજ્યુએટ અને યુએન દ્વારા માન્યતાપ્રાપ્ત ઇકો-વિલેજના ડિરેક્ટર ગૌરાંગ દાસ 10 હજારથી વધુ પ્રવચન અને સેમિનારને સંબોધિત કરી ચૂક્યા છે. બે કલાકના આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ છે.
•••