બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• લંડન સેન્ટ્રલ હોસ્ટ લાયન્સ ક્લબ - લાયન્સ ક્લબ ઓફ લંડન કિંગ્સબરી - એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના સંયુક્ત ઉપક્રમે તા. 27 જુલાઇના રોજ (સવારે 10.30થી સાંજે 4.30) સ્નેહ માકનજી અને ગ્રૂપના 51 હનુમાન ચાલીસા પઠન તેમજ (સાંજે 7.00 વાગ્યાથી) કેન્યાના કિસુમુમાં સાકાર થયેલી નવનિર્મિત આઇ હોસ્પિટલના લાભાર્થે જાણીતા ગાયિકા ગૌરી કવિના બોલિવૂડ ગીત-સંગીતના કાર્યક્રમ ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો’નું આયોજન થયું છે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX. વધુ વિગત માટે સંપર્કઃ રમેશભાઇ કંટારિયા - 02089 501293
• સોજિત્રા સમાજ દ્વારા તા. 18 ઓગસ્ટે વેમ્બલીથી કિંગ્સબરી કોચ દ્વારા ચાર ધામ યાત્રા યોજાઇ છે. જેમાં લેસ્ટર અને બર્મિંગહામના મંદિરોની મુલાકાતનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે સંપર્કઃ વાસુદેવભાઇ - 07488 308 515