સંસ્થા સમાચાર (અંક 29 એપ્રિલ 2023)

Wednesday 26th April 2023 05:45 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિતના વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા કાર્યક્રમનું આયોજન થયું છે. જે અંતર્ગત 29 એપ્રિલ (બપોરના 3.00થી સાંજના 6.00)ના રોજ શ્રી હનુમાન ટેમ્પલ (299 મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7AN) ખાતે ભજનસંધ્યા યોજાશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરના સમયમાં 17 એપ્રિલથી ફેરફાર થયો છે. હવેથી મંદિર સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આરતી સવારે 10.00 વાગ્યે અને સાંજે 7.15 કલાકે થશે. સેન્ટર ખાતે 29 એપ્રિલ - શનિવારે (સવારે 10.30થી સાંજે 7.17) હનુમાન જન્મોત્સવ પ્રસંગે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન થયું છે. આ પ્રસંગે સાંજે 7.15 વાગ્યે આરતી - શાંતિપાઠ અને 7.30 વાગ્યે ભોજન પ્રસાદ યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter