બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• હિન્દુ ઇકોનોમિક ફોરમ દ્વારા તા ૨૭ જૂને (સાંજે ૫.૩૦થી રાત્રે ૮.૩૦) ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક ચળવળકાર મયંક ગાંધીનો ‘હિન્દુ ઇકોનોમિક મીટઃ યુનાઇટિંગ વિઝન એન્ડ પ્રોસ્પેરિટી’ કાર્યક્રમ. વધુ વિગત માટે સંપર્કઃ +૪૪ ૭૫૪૬૨૮૭૨૦૦ સ્થળઃ અનુપમ મિશન, સ્વામિનારાયણ મંદિર, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA
• શ્રી દત્ત યોગ સેન્ટર યુ.કે.ના લાભાર્થે નાદયોગી શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામિજીના ‘મ્યુઝીક ફોર મેડીટેશન-સ્વર રાગ સુધા’ કોન્સર્ટનું આયોજન શનિવાર તા.૨૯ જુન’૨૪ની સાંજે ૭ થી ૯ રીચમન્ડ થિયેટર, લીટલ ગ્રીન, TW9 1QJ ખાતે કરવામાં આવ્યું છે. ટિકિટ બુકિંગ બોક્સ ઓફિસ પરથી કરાવી લેવું જેથી નિરાશ ન થવું પડે!
• શિશુકુંજ દ્વારા ૭ જુલાઈના રોજ ‘વોક ફોર ચિલ્ડ્રન’નું આયોજન સવારના ૮થી કરવામાં આવ્યું છે. સૌ કોઇ ભાગ લઇ શકે એ માટે ૧, ૫, ૧૦ અને ૨૦ કિ.મિ. અંતરના રૂટ રખાયાં છે. સ્થળ: રગ્બી હેરો ક્લબ, વુડ લેન, સ્ટેનમોર, HA7 4LF
• ભાદરણ-ધર્મજ-કરમસદ-નડિયાદ-સોજિત્રા અને વસોના બનેલા છ ગામ નાગરિક મંડળ દ્વારા 7 જુલાઇએ (બપોરે ૨.૦૦થી સાંજે ૭.૦૦ સુધી) છ ગામ પિકનિકનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં પાંચ વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ છે. સ્ટાર્ટર, ગુજરાતી ડિનર વગેરે બ્લૂ રૂમ દ્વારા સર્વ થશે. વધુ માહિતી માટે સંપર્કઃ ચેરમેન જયરાજભાઇઃ ૦૭૯૫૬૮૧૬૫૫૬ / સેક્રેટરી નયનેશભાઇઃ ૦૭૯૫૪૩૮૯૬૮૮. સ્થળઃ બ્લૂ રૂમ, હેડસ્ટોન લેન,
હેરો - HA2 6LY
• એકતા ફાઉન્ડેશન યુ.કે. દ્વારા ચેરિટી વોકનું આયોજન રવિવાર તા.૩૦ જુન’૨૪ના સવારના ૧૦.૩૦થી કરવામાં આવ્યું છે. હસી-હસીને બેવડ વળી જાય તેવા રૂપલ ત્રિવેદીના લાફીંગ યોગાનો લાભ પણ મળશે. સ્થળ: Roxeth Recreation Ground, Off Kingsley Road, South Harrow, HA2 8LE વધુ વિગત માટે સંપર્ક: આસ્મા સૂતરવાલા 07787 552610.
• નવનાત વડિલ મંડળના ગ્રાન્ડ વેરાયટી શોનું આયોજન શુક્રવાર ૧૨ જુલાઇના રોજ નવનાત હોલમાં કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે સંપર્ક: પૂર્ણિમાબહેન મેસવાની 07828 1444455
• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અને સારંગપુર મંદિરના કોઠારી સ્વામી પૂ. જ્ઞાનેશ્વરદાસ સ્વામી વિચરણ અર્થે બ્રિટન પધાર્યા છે. તેઓ ૧૨ જુલાઇ સુધી યુકે અને યુરોપમાં વિચરણ કરશે અને મંદિરો અને કેન્દ્રોની મુલાકાત લેશે. વધુ માહિતી માટે સ્થાનિક મંદિર અને કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા-યુકે દ્વારા તા. ૨૯ અને ૩૦ જૂનના રોજ ભારતથી આવેલા પૂ. દીપલબહેન મહારાજ અને મહિલા ત્યાગી મુક્તોની નિશ્રામાં વિશેષ મહિલા શિબિર. બન્ને દિવસ પહેલું સેશન સવારે ૯.૦૦થી બપોરે ૧૨.૦૦ અને બીજું સેશન બપોરે ૩.૩૦થી સાંજે ૫.૦૦. આ ઉપરાંત ૨૯ જૂને સાપ્તાહિક સભા સાંજે ૭.૦૦થી રાત્રે ૮.૩૦ અને ૩૦ જૂને સવારે ૬.૩૦થી ૭.૩૦ સમૂહ પૂજા યોજાશે. સ્થળઃ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર, યુનિટ-૬, બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, ક્વીન્સબરી - NW9 9RL. વધુ માહિતી માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - ફોનઃ 07917623611