સંસ્થા સમાચાર (અંક 3 ઓગસ્ટ 2024)

Wednesday 31st July 2024 06:25 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• સદગુરુ શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - લંડનનો 11મો વાર્ષિક પાટોત્સવ 4 ઓગસ્ટના રોજ (સવારે 8.00થી 12.00) ઉજવાશે. આ વિશેષ પ્રસંગે સ્વાગત યાત્રા, પંચામૃત અભિષેક, મહાપૂજા, પારાયણ, સંતમહિમા વગેરે કાર્યક્રમો યોજાયા છે. આ પ્રસંગે અમદાવાદથી પધારેલા સંતો શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિ વલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપશે. સ્થળઃ સ્વામિનારાયણ મંદિર-કુમકુમ, પાર રોડ, સ્ટેનમોર - લંડન.
સોજિત્રા સમાજ દ્વારા તા. 18 ઓગસ્ટે વેમ્બલીથી કિંગ્સબરી કોચ દ્વારા ચાર ધામ યાત્રા યોજાઇ છે. જેમાં લેસ્ટર અને બર્મિંગહામના મંદિરોની મુલાકાતનો સમાવેશ થાય છે. વધુ વિગત માટે સંપર્કઃ વાસુદેવભાઇ - 07488 308 515
વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE. (ફોનઃ 020 8553 5471)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter