સંસ્થા સમાચાર (અંક 3 જૂન 2023)

Wednesday 31st May 2023 10:40 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 6 થી 12 જૂન (દરરોજ સાંજે 5.00થી 8.00). સ્થળઃ શ્રી જલારામ મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી - HA0 3DW. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિત વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા. 4 જૂનના રોજ બપોરે 12.00થી 3.00 બ્રેડફર્ડ (સ્લો હિન્દુ ટેમ્પલ, કીલ ડીઆર, સ્લો - SL1 2XU) ખાતે જ્યારે 6 જૂનના રોજ સાંજે 5.30થી 7.30 માંચેસ્ટર (શ્રી કૃષ્ણ મંદિર, 12 ક્રાઉન ટેરેસ, લેમિંગ્ટન સ્પા, CV31 3AN) ખાતે ભજનસંધ્યા યોજાઇ છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 4 જૂનના રોજ લંડનમાં બેક થિયેટર હેયસ ખાતે યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk
વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે દર બુધવારે (સાંજે 7.30થી 8.30) યોગ કલાસ યોજાય છે. આ ઉપરાંત દર રવિવારે સત્સંગ (સાંજે 6.00થી 7.15), મંગળવારે મહિલા સત્સંગ (બપોરે 12.00થી 2.00) અને ગુરુવારે સિનિયર સિટિઝન્સ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 8.30થી 12.00 અને સાંજે 6.00થી 8.30 છે. આરતી સવારે 10 વાગ્યે થશે. વધુ વિગત માટે સંપર્કઃ +44 20 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter