સંસ્થા સમાચાર (અંક 30 જુલાઇ 2022)

Wednesday 27th July 2022 07:24 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બલહામ મંદિરના પાંચમા પાટોત્સવ પ્રસંગે 30 જુલાઇએ ભવ્ય કમલ વિત્તાન મનોરથનું આયોજન થયું છે. આ પ્રસંગે સવારે 6.30 કલાકે કેસર સ્નાન, 10.00થી 11.00 તિલક અને રાજભોગ દર્શન અને બપોરે 3.00થી 5.00 વિશેષ મનોરથ દર્શન બાદ પ્રસાદ વિતરણ થશે. પ.પૂ. ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી આયોજિત કાર્યક્રમમાં ભજન, બાળકોનો કાર્યક્રમ, જેજેશ્રીનું ઓનલાઇન વચનામૃત, ગરબા વગેરે રજૂ થશે. જે વૈષ્ણવજન મંદિરે આવી શકે તેમ નથી તેઓ ઝૂમ પર (બપોરે 3.00થી 5.00) કાર્યક્રમનો લાભ લઇ શકે છે. ઝૂમ લિન્કઃ 853 3615 2701 (Passcode: 11)

સ્થળઃ રાધા ક્રિષ્ના ટેમ્પલ, શ્યામા આશ્રમ, બલહામ, લંડન - SW12 9AL
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (એસએમવીએસ-યુકે) દ્વારા પૂ. જાગુબહેન અને પૂ. મહિલા ત્યાગી મુક્તોનું તા. 29 જુલાઇથી 10 ઓગસ્ટ સત્સંગ વિચરણ યોજાયું છે. આ દરમિયાન સવારની સભા (સવારે 7.00થી 9.00), સાંજની સભા (ગુરુ, શુક્ર, શનિ, રવિ - સાંજે 7.00થી 8.30) અને બાલિકા સભા (સાંજે 7.00થી 8.30) યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - 07917 623 611
સ્થળઃ એસએમવીએસ ટેમ્પલ, 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, લંડન - NW9 9RL
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 4થી 6 ઓગસ્ટ શ્રીમદ્ ભાગવત બાલ પુરાણનું આયોજન થયું છે. આ પ્રસંગે પૂ. રાજેન્દ્રગીરીજી બાપુ કથા વચનામૃત રજૂ કરશે. વધુ વિગત માટે સંપર્કઃ બલદેવ કિશન 07840 150 251
તારીખ - સમયઃ તા. 4 અને 5 ઓગસ્ટ સાંજે 5.30-7.30 જ્યારે 6 ઓગસ્ટ બપોરે 3.30થી સાંજે 6.30
સ્થળઃ શ્રી લક્ષ્મી નારાયણ હિન્દુ ટેમ્પલ, 341 લીડ્સ રોડ, બ્રેડફર્ડ - BD3 9JY
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે 30 જુલાઇએ (સાંજે 5.00થી 7.30) હનુમાન ચાલીસાનું પઠન થશે. આ ઉપરાંત સંસ્થા ખાતે દર રવિવારે સત્સંગ અને આરતી (સાંજે 6.00થી 7.15), મંગળવારે બહેનો માટે સત્સંગ અને આરતી (બપોરે 12.30થી 2.00) અને ગુરુવારે વડીલ સભા (સવારે 11.00થી 1.00) યોજાય છે. સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, ઇલ્ફર્ડ
• શ્રી એડન દેપાળા મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના દર સોમવારે (તા. 1, 8, 15 અને 22 ઓગસ્ટ)ના રોજ સાંજે 7.30 - 9.30 કલાકે ભજનનો કાર્યક્રમ યોજાયો છે. વધુ માહિતી માટે સંપર્કઃ 07770 450 532.
સ્થળઃ શ્રી એડન દેપાળા મિત્ર મંડળ, 67 A, ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી, NZ 8DR


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter