બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ઇસ્કોન લંડન દ્વારા રવિવાર - તા. 1 ઓક્ટોબરના રોજ ઇસ્ટ લંડન રથયાત્રાનું આયોજન થયું છે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો રેડબ્રિજ ટાઉન હોલથી બપોરે 12.00 વાગ્યે પ્રારંભ થશે અને બપોરે 1.00 વાગ્યે રથયાત્રા વેલેન્ટાઇન્સ પાર્ક પહોંચશે. અહીં બપોરે 1.00થી સાંજે 5.00 વાગ્યા સુધી ગીત-સંગીત-નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને કિર્તન યોજાશે. આયોજનમાં સુગમતા રહે તે માટે https:tinyurl.com/elry23 લિન્ક પર અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે.
• શ્રી નરનારાયણ દેવ મંદિર - ભુજ તાબાના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ - વિલ્સડન દ્વારા તા. 25 સપ્ટેમ્બરથી જીવનમાંગલ્ય મહોત્સવ - પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેની રવિવાર - 1 ઓક્ટોબરે પૂર્ણાહૂતિ થશે. જ્ઞાનયજ્ઞ દરમિયાન સહજાનંદ સ્વામી આગમન મહોત્સવ, રાસ ઉત્સવ, શાક ઉત્સવ, ભજન, આરતી, પ્રસાદ ભોજન સહિતના કાર્યક્રમ યોજાયા છે. સ્થળઃ 220-222 વિલ્સડન લેન, લંડન - NW2 5RG. વધુ વિગત માટે સંપર્કઃ મંદિર - 020 8459 4506
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર દ્વારા રવિવાર - તા. 1 ઓક્ટોબરના રોજ સવારે 10.00થી બપોરે 12.00 સ્વાદિષ્ટ ભારતીય વાનગીના કુકિંગ ક્લાસ યોજાયા છે. આ પૂર્વે આ મહિનાના છેલ્લા શનિવાર - 30 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.30 કલાકે હનુમાન ચાલીસાના પાઠ યોજાયા છે. સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ કોમ્યુનિટી સેન્ટર, 45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE. વધુ વિગત માટે સંપર્કઃ 079 706 88 385.
• શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ની એન્યુઅલ જનરલ મિટીંગ તા. 1 ઓક્ટોબરના રોજ બપોરે 3.00થી 5.00 દરમિયાન સંસ્થાના શ્રી વિવેકાનંદ હોલમાં યોજાશે. બેઠકના એજન્ડામાં પ્રમુખ ભગુભાઇ ચુડાસમાનો રિપોર્ટ, માનદ્ પ્રમુખ મુકેશભાઇ લાડવાનું સંબોધન, ટ્રેઝરરનો રિપોર્ટ, વર્તમાન કમિટીનું વિસર્જન અને નવી કમિટીની ચૂંટણી વગેરેનો સમાવેશ થાય છે. સ્થળઃ 541a નોરવિક રોડ, ટાયસ્લે, બર્મિંગહામ - B11 2JP. વધુ વિગત માટે સંપર્કઃ ઓફિસ (0121 - 764 4174)
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત ‘આજે રોકડા ને કાલે ઉધાર’ હાસ્ય નાટક તા. 29 લેસ્ટર (શો ટાઇમ સાંજે 8.00), તા. 30 રાયસ્લીપ (શો ટાઇમ રાત્રે 8.00), તા. 1 ઓક્ટોબર રાયસ્લીપ (શો ટાઇમ સાંજે 2.30) અને તા. 6 ઓક્ટોબર માંચેસ્ટર (શો ટાઇમ સાંજે 7.00) ભજવાશે. જયદીપ શાહ દ્વારા દિગ્દર્શીત આ નાટકમાં પરેશ ભટ્ટ, કુલદીપ ગોર, અર્પિતા સેઠિયા, મહેક ભટ્ટ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. વધુ માહિતી માટે સંપર્ક - ગેલેક્સી શો 07985222186.