સંસ્થા સમાચાર (અંક 31 ઓગસ્ટ 2024)

Wednesday 28th August 2024 06:17 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રી સનાતન હિન્દુ મંદિર (ગોકલધામ હોલ) ખાતે તા. 24થી 30 ઓગસ્ટ (બપોરે 2.00થી સાંજે 5.00) વૃંદાવનના સંત પ્રેમધન લાલનજી મહારાજના વ્યાસપીઠપદે શ્રીમદ્ ભાગવદ્ કથા જ્ઞાનયજ્ઞ. સ્થળઃ ઇલિંગ રોડ, વેમ્બલી - HA0 4TA (વધુ વિગત માટે સંપર્કઃ જૈમિનીબહેન - 07718 274 590)
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરે તા. 31 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યે) હનુમાન પૂજા, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી યોજાયા છે. હનુમાન ચાલીસાના આવતા મહિનાના યજમાન બનવા માટે કાર્યાલયનો સંપર્ક કરો. મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ (યુકે), 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE (ફોનઃ 020 8553 5471)
• શ્રી સ્વામિનારાયણ વડતાલધામ (યુકે) દ્વારા તા. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર (સાંજે 5.30થી 7.30) સાળંગપુરના શાસ્ત્રીશ્રી હરિપ્રકાશ દાસજીના વ્યાસપીઠપદે શ્રી હનુમાન કથા યોજાઇ છે. (વધુ વિગત માટે સંપર્કઃ ઘનશ્યામ પટેલ - 07809 608 830)
• મા કૃપા ફાઉન્ડેશન દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત્ કથા તા. 12થી 18 સપ્ટેમ્બર (દરરોજ સાંજે 4.00થી 7.30). સમગ્ર કથાનું સ્કાય (ચેનલ નં. 718), આસ્થા અને યુટ્યુબ ચેનલ સાંદિપની.ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ થશે. સ્થળઃ એસકેએલપીસી સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેસ્ટએન્ડ રોડ, નોર્થોલ્ટ - UB5 6RE (વધુ વિગત માટે સંપર્કઃ જયંતીભાઇ ખગ્રામ 020 8907 0028)
પર્યુષણ પર્વની ઉજવણીના કાર્યક્રમો

•••
શનિવાર 31 ઓગસ્ટથી - શનિવાર 7 સપ્ટેમ્બર 2024

• નવનાત વણિક એસોસિએશનના ઉપક્રમે સ્થાનકવાસી અને દેરાવાસી પર્યુષણ નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે થશે. સમણ શ્રુતપ્રજ્ઞાજી, રાજકોટ અને યુ.એસ.એ.ના પીસ અને માઇન્ડ ફાઉન્ડેશન સ્થાપક, પ્રભાવક વક્તા, વિશ્વ પ્રવાસી પર્યુષણ પર્વ દરમિયાન એમની વિદ્વત્તાનો તેમજ મેડીટેશનનો લાભ આપશે. દરરોજ સવારના 10.50 થી બપોરના 1.00. ત્યારબાદ લાંચ અને 3.30 થી 4.30 પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ. સાંજના 5.15થી 6.00 ડીનર. રાતના 8.00 થી 9.10 પ્રવચન અને 9.15 થી 10.00 ભક્તિ. સાંજના 6.15 થી 7.55 પ્રતિક્રમણ. શનિવાર 31 ઓગસ્ટના રાતના 8.50 થી 10.00. પ્રીયેશ શાહ અને ગૃપ ભાવના કરાવશે. રવિવાર 1 સપ્ટેમ્બરના મહાવીર જયંતીનો કાર્યક્રમ બપોરના 2.00 વાગ્યાથી. 5 સપ્ટેમ્બરના તપસ્વીનું બહુમાન, 7 સપ્ટેમ્બરના સંવત્સરી પ્રતિક્રમણ અને 8 સપ્ટેમ્બરના પારણા. 22 સપ્ટેમ્બરે પ્રીતિ ભોજન. વધુ વિગત માટે સંપર્ક: જશવંત દોશી 07877 372 825 ભૂપેન્દ્ર શાહ 07944 532 780 અને સંગીતા બાવીશા 07761 647 285 સ્થાનકવાસી અને દેરાવાસી ઝૂમ પ્રતિક્રમણ માટે 10 મિનિટ વહેલા પ્રવેશ મેળવી લેવો. શનિ-રવિ અને શુક્ર (31 ઓગસ્ટ અને 1, 6 સપ્ટેમ્બર) ઇંગ્લીશ પ્રતિક્રમણ તેમજ મેહુલ સંઘરાજકાનું વ્યાખ્યાન.
• મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે તા. 31 ઓગસ્ટથી સવારના 10 થી 11.30 વ્યાખ્યાન @ 555 કેન્ટન રોડ, HA3 9RS અને પ્રતિક્રમણ સાંજના 6.30થી કિંગ્સબરી હાઇસ્કુલ, NW9 9AA, (4 સપ્ટેમ્બરના મહાવીર જન્મ વાંચન, સ્વામિ વાત્સલ્ય તથા પ્રતિક્રમણ હેરો લેઝર સેન્ટર, HA3 5BD, સંવત્સરી પ્રતિક્રમણ 7 સપ્ટેમ્બરના 4.00 વાગે જે.એફ.સ્કૂલ, ધ મોલ, હેરો, HA3 9TE. રવિવાર તા. 8 સપ્ટેમ્બરના સવારના 9.30 થી તપસ્વીઓના પારણા-સમૂહ સાંજી તેમજ સ્વામિ વાત્સલ્ય જે.એફ.સ્કૂલમાં. વ્યાખ્યાન તેમજ ભક્તિ રંગ જમાવશે હર્ષિલ - મોક્ષીતની જોડી. દેરાસર પર્યુષણ દરમિયાન દરરોજ સવારના 7.00 થી રાતના 9.00 સુધી ખુલ્લું રહેશે. વધુ વિગત માટે સંપર્ક: રાજેન શાહ 07770 642 786 / રાજકુમાર 07896 109 636 અથવા રાધાબહેન વોરા 07984 180 740.
• જૈન નેટવર્કના ઉપક્રમે જૈન સેન્ટર લંડન, 64-68 કોલીન્ડેલ એવન્યુ, કોલીન્ડેલ, લંડન, NW9 5DR ખાતે પર્યુષણ પર્વની ઉજવણી થશે. આ પ્રસંગે ભક્તિ માટે જાણીતા ગાયક વિજયભાઇ દોશી ભારતથી પધારશે. શાસન પ્રભાવક શ્રી સમીરભાઇ શેઠ અને શ્રી શૈલેષી દીદી અજમેરા (ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરણાપાત્ર) પ્રવચનનો લાભ આપશે. દરરોજ સવારના સ્નાત્ર પૂજા અને વ્યાખ્યાન સવારના 10.15 થી 12.00 બપોરના પ્રશ્નોત્તરી, સાંજના 6.00 થી । દેરાવાસી અને સ્થાનકવાસી પ્રતિક્રમણ, મહાવીર વાંચન 4 સપ્ટેમ્બરના તથા સ્વામિ વાત્સલ્ય અને તપસ્વીઓનું બહુમાન 8 સપ્ટેમ્બરના થશે. વધુ વિગત માટે સંપર્ક: બીનાબહેન હોલ્ડન 07817 404 163 / જયશ્રીબહેન મોદી 020 8909 9851 / વિજયભાઇ શેઠ 07956 454 149
• વણિક એસોસિએશન ઓફ યુ.કે.ના ઉપક્રમે 1 થી 8 સપ્ટેમ્બર પર્યુષણ પર્વ ઉજવાશે. રવિવાર 1 સપ્ટેમ્બરના બપોરે 3.00 થી 4.30 મહાવીર જયંતિ અને સાંજના સાંજના 7.00 થી 9.30 પ્રતિક્રમણ સેઁટ ઓગષ્ટીન’સ ચર્ચ હોલ, બ્રોડવોટર રોડ, ટૂટીંગ બ્રોડવે, SW17 0DY ખાતે થશે. સોમવાર 2 સપ્ટેમ્બરના સાંજે 6.30થી વર્ચ્યુઅલ પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ 1 કલાક વહેલા શરૂ થશે. ઝૂમ 15 મિનિટ વહેલા શરૂ થઇ જશે. રવિવાર 15 સપ્ટેમ્બરના ઉપર જણાવેલ હોલમાં બપોરના 1.30 થી 4.00. Zoom meeting ID:850 5879 3707. Pass code: 751947. વધુ વિગત માટે સંપર્ક: દીપકભાઇ શેઠ 020 8241 0625 / રક્ષાબહેન શાહ 07947 833 970 / શૈલેષભાઇ ખંડેરીઆ 07946 304 327.
• ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. તરફથી પર્યુષણ પર્વ દરમિયાન ઓશવાળ યુ ટ્યુબ ચેનલ પર સાંભળી શકાશે. દરરોજ સવારના 11.00 થી 1.00 વાગ્યા સુધી શ્રી જયેશભાઇ પ્રવચન આપશે. અને સાંજના 6.30 થી પ્રતિક્રમણ જે ઝૂમ પર મૂકવામાં આવશે જે તમામ સભ્યો માટે ઉપલબ્ધ રહેશે. 3 સપ્ટેમ્બરથી કલ્પસૂત્ર વાંચન અને 4 સપ્ટેમ્બરના મહાવીર જન્મ વાંચન સહિતનો કાર્યક્રમ એકતા સેન્ટર પરથી લાઇવ રજૂ થશે. સંવત્સરી પ્રતિક્રમણ 7 સપ્ટેમ્બર સાંજના 4.30થી. વધુ વિગત માટે www.youtube.com/c/oshwaluk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter