બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નિસ્ડન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. 13 અને 14 જુલાઇના રોજ (સવારે 11.00થી રાત્રે 9.30) નિસ્ડન ટેમ્પલ સમર ફેર - 2024 યોજાયો છે. દર વર્ષે યોજાતા આ મેળાની આગવી ઓળખ છે અનેકવિધ એક્ટિવિટી - લિજ્જતદાર ખાણીપીણીના ફૂડ સ્ટોલ અને લાઇવ પર્ફોર્મન્સીસ સહિતના કાર્યક્રમો. સમર ફેરમાં પરિવારના સહુ કોઇને મજા કરાવશે ફનફેર રાઇડ્સ, મહેન્દી, ફેસ પેઇન્ટીંગ્સ, કલોથ સ્ટોલ્સ, હેલ્થ હબ વગેરે. પ્રવેશ વિનામૂલ્યે. સ્થળઃ નિસ્ડન મંદિર સામે, બ્રેન્ટફિલ્ડ રોડ.
• શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સવારે 8.00 વાગ્યે ‘વોક ફોર ચિલ્ડ્રન’નું આયોજન કરાયું છે. સહુ કોઇ ભાગ લઇ શકે તે માટે 1, 5, 10 અને 20 કિમીના વિવિધ રૂટ રખાયા છે. સ્થળ: રગ્બી હેરો ક્લબ, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF
• ભારતીય વિદ્યાભવન ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોની ઝલક... - તા. 5 જુલાઇ (સાંજે 7.00થી 9.00) વિનિત ટીઆરજી દ્વારા મ્યુઝિક કોન્સર્ટ ‘વર્સેસ એન્ડ મેલોડીસઃ અંદાજ... એક કહાની કા’. - તા. 6 જુલાઇ (બપોરે 3.30થી 4.30) મધુસુદનન કલાઇચેવલનનું ‘અરિયાર સેવઇઃ ધ મિસ્ટિકલ રિચ્યુઅલ થિયેટર ઓફ વૈષ્ણવ ટેમ્પલ્સ’ વિષય પર પ્રવચન. - તા. 6 જુલાઇ (સાંજે 6.00 વાગ્યાથી) એસેક્સ ઇંડિયન ચેરિટી દ્વારા સંગીતમય કાર્યક્રમ ‘આઇ ફોર ઇંડિયા’. - તા. 7 જુલાઇ (સાંજે 6.00 વાગ્યાથી) ભારતીય વિદ્યાભવન દ્વારા સૂર અને સંગીતનો કાર્યક્રમ ‘એન ઇવનિંગ ઓફ મ્યુઝિક’. તમામ કાર્યક્રમોની વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ https://bhavan.net/home
• નવનાત વડિલ મંડળના ગ્રાન્ડ વેરાયટી શોનું આયોજન શુક્રવાર 12 જુલાઇના રોજ નવનાત હોલમાં કરાયું છે. વધુ વિગત માટે સંપર્ક: પૂર્ણિમાબહેન મેસવાની 07828 1444455
• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત અને સારંગપુર મંદિરના કોઠારી સ્વામી પૂ. જ્ઞાનેશ્વરદાસ સ્વામી વિચરણ અર્થે બ્રિટન પધાર્યા છે. તેઓ 12 જુલાઇ સુધી યુકે અને યુરોપમાં વિચરણ કરશે અને મંદિરો અને કેન્દ્રોની મુલાકાત લેશે. વધુ માહિતી માટે સંપર્કઃ સ્થાનિક મંદિર અથવા કેન્દ્ર
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE. (ફોનઃ 020 8553 5471)