બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નવનાત વડીલ મંડળ દ્વારા તા. 7 ફેબ્રુઆરીના રોજ વિવિધ કાર્યક્રમો યોજાયા છે, જેમાં દિવસના પ્રારંભે મનિષાબહેનના માર્ગદર્શનમાં યોગાસન, બાદમાં લંચ અને અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 15 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેનું સેલિબ્રેશન થશે. ભારતના લાઇવ બેન્ડ દ્વારા બોલિવૂડ ધમાકા કાર્યક્રમ અંતર્ગત ઉમેશ શાહ અને તેજલ શુક્લ ફિલ્મ ગીતો રજૂ કરશે. માત્ર સભ્યો માટેનો આ કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. પ્રારંભે બ્રેકફાસ્ટ બાદ 11.30થી 2.30 સંગીત કાર્યક્રમ અને 2.30 વાગ્યાથી લંચ. કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ બંસરીબહેન - 07766 858283 / કલ્પનાબહેન 07833 085229.
• લાયન્સ ક્લબ ઓફ સડબરી અને બ્લૂરૂમ દ્વારા શિવ જ્ઞાન મોતી લાલ આઇ હોસ્પિટલના લાભાર્થે 9 ફેબ્રુઆરીના રોજ (સાંજે 6.30 વાગ્યાથી) ‘એક મૈં ઔર એક તું’ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન થયું છે. ચિંતન મોઢાના સંગીત નિર્દેશનમાં મુંબઇના જાણીતા ગાયક કલાકારો આલોક કાટદારે અને પ્રિયંકા મિત્રા ફિલ્મી ગીતો રજૂ કરશે. (સ્થળઃ બ્લૂરૂમ, હેડસ્ટોન લેન હેરો, મિડલસેક્સ - HA2 6LY) વધુ વિગત માટે સંપર્કઃ પ્રેસિડેન્ટ ધર્મેશ દેસાઇ - 07775 620 023
• કલર સિનેપ્લેક્સ પર આ સપ્તાહે માણો બ્લોકબસ્ટર મનોરંજનની મજા. ચેનલ પર 9 ફેબ્રુઆરીએ (સાંજે 6.00 કલાકે) બ્લોકબસ્ટર ઓફ ધ મંથમાં ‘શોલે’ જ્યારે 8 ફેબ્રુઆરીએ (સાંજે 6.00 કલાકે) ‘ચેન્નાઇ એક્સપ્રેસ’, 8 ફેબ્રુઆરીએ (રાત્રે 9.00 કલાકે) ‘હેપ્પી ન્યૂ યર’ અને 9 ફેબ્રુઆરીએ (રાત્રે 9.00 કલાકે) ‘હાઉસફૂલ’ ફિલ્મ પ્રદર્શિત થશે. સાથે સાથે જ યુકેની આ એકમાત્ર ગુજરાતી મનોરંજન ચેનલ પર તમે દરરોજ મજા માણી શકો છો લોકપ્રિય ટીવી કાર્યક્રમો ‘મોટી બાની નાની વહુ’, ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત’, ‘રંગાઇ જાને રંગમાં’, ‘સંસ્કાર’, ‘મંગલ ફેરા’ અને ‘સીતા વલ્લભ’.
• ચાઇફાઇ દ્વારા ‘કુમાર સાનુ જોયફુલ્લી યોર્સ’ લાઇવ કોન્સર્ટ, તા. 15ફેબ્રુઆરીના રોજ લંડન (ઇવેન્ટીમ એપોલો) ખાતે અને તા. 16 ફેબ્રુઆરીના રોજ લેસ્ટર (ડે મોન્ટફોર્ટ હોલ) ખાતે યોજાયા છે.