બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - લંડન દ્વારા 13 માર્ચના રોજ હોળી પર્વે હોલિકા દહન અને હોલિકા પૂજન-પરિક્રમાનું આયોજન થયું છે. પ્રસાદરૂપે ધરાવવા શ્રીફળ અને ખજૂરની પણ સ્થળ પર વ્યવસ્થા છે. હોળી પ્રાગટ્ય અને આરતી - સાંજે 5.45 વાગ્યે, હોળી દર્શન-પૂજન-પરિક્રમા - સાંજે 6.00થી 8.00. ઉત્સવ સ્થળે સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલની સુવિધા અને ફ્રી કાર પાર્કિંગ. સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામે, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નિસ્ડન, લંડન - NW10 8HE. વધુ વિગત માટે સંપર્કઃ 020 8965 2651 / www.neasdentemple.org
• નોટિંગહામ એશિયન આર્ટ્સ કાઉન્સિલ (NAAC) અને નોટિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા 15 માર્ચના રોજ (બપોરના 12.00થી સાંજના 5.00 સુધી) રંગોના ઉત્સવ હોલી ઇન ધ પાર્કનું આયોજન થયું છે. સ્થળઃ ફોર્મલ ગાર્ડન્સ, વોલ્ટન પાર્ક.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 24 માર્ચના રોજ (સાંજે 7.00થી રાત્રે 9.00) હોળી પૂજા. સ્થળઃ 26b ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, SW17 0RG. કાર્યક્રમની વધુ માહિતી માટે સંપર્કઃ જનક અમીન - 07967 013 871 અથવા નીલમ પટેલ - 07985 156 986
• ધ ભવન ખાતે તા. 9 માર્ચે (બપોરે 12.00થી 2.00) કન્વર્ઝેશન એટ ધ કુંભ મેલા વિષય પર દેશના મહેતાનું સ્લાઇડ પ્રેઝન્ટેશન, 13 માર્ચે (સાંજે 6.30થી) એમ.પી. બિરલા મેમોરિયલ ટોક 2025 અંતર્ગત ભારતીય વિદ્યાભવન યુકે-યુરોપના ચેરમેન તથા ઇમ્પિરિયલ કોલેજના કાઉન્સિલ મેમ્બર સુભાનુ સક્સેનાનો ‘લેસન્સ ફ્રોમ એન્શિયન્ટ ઇંડિયન ટ્રેડિશન’ વિષય
પર વાર્તાલાપ (માત્ર આમંત્રિતો માટે) અને 14 માર્ચે (સાંજે 7.30થી રાત્રે 9.30) ‘ધ સિંગિંગ સિતાર’ અંતર્ગત વિખ્યાત સંગીતકાર ઉસ્તાદ વિલાયત ખાનનું સિતારવાદન અને 21 માર્ચે (સાંજે 6.00થી 9.00) માતૃ વંદના કાર્યક્રમ યોજાયા છે. સ્થળઃ 4એ કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન - W14 9HE.
• ભારતીય હાઇ કમિશન દ્વારા નેહરુ સેન્ટર-લંડન ખાતે 22 માર્ચથી 18 મે દરમિયાન યોગ - કથક અને ભરતનાટ્યમના વર્ગો યોજાયા છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ - 14 માર્ચ. સ્થળઃ 8 સાઉથ ઓઉડલે સ્ટ્રીટ લંડન - W1K 1HF. વધુ વિગત માટે જૂઓઃ www. nehrucentre.org.uk