• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290 421
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા ‘સમર બાર્બેક્યુ’નું તા.૨૧.૭.૧૯ બપોરે ૨ વાગ્યાથી કિંગ્સબરી હાઈ સ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9JR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કમલેશભાઈ 07980 929 633
• શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ - યુકે દ્વારા તા.૨૦.૭.૨૦૧૯ શનિવારે સાંજે ૫.૩૦થી રાત્રે ૮ દરમિયાન ગુરુપૂર્ણિમા મહોત્સવનું પ્રિસ્ટમેડ સ્કૂલ, હર્ટફર્ડ એવન્યુ, હેરો HA3 8SZ ખાતે આયોજન કરાયું છે. શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અને શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા વડીલ સંતોના પૂજન, દર્શન, સેવા, સત્સંગ, સેવા, આશીર્વાદ મેળવવા સૌને હાર્દિક આમંત્રણ છે. સંપર્ક. 020 8248 3620
• મા કૃપા ફાઉન્ડેશન યુકે દ્વારા પૂ. રમણિકભાઈ દવેની વાણીમાં જલારામ કથાનું તા.૨૫.૭.૧૯થી તા.૨૭.૭.૧૯ બપોરે ૩.૩૦ થી ૬ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0 4PW ખાતે આયોજન કરાયું છે. કથા બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028
• પૂ. રામબાપાના સાનિધ્યમાં પૂ. હીરજીબાપા અને પૂ. રામબાપાની ગુરુપૂર્ણિમાના પ્રસંગ નિમિત્તે રવિવાર તા ૨૧.૦૭.૧૯સવારે ૧૧થી ૩ દરમિયાન ભજન ધૂનનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૦.૦૭.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૨૧.૦૭.૧૯ બપોરે ૨.૩૦ આચાર્ય ઉમેશ તિવારી દ્વારા શ્રી યંત્ર મહાપૂજા, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતેના જુલાઈ – ૨૦૧૯ના ક્રાર્યક્રમો - શનિવાર તા.૨૦ સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનો કાર્યક્રમ રવિવાર તા.૨૧.૦૭.૧૯ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન સત્સંગ – તા.૨૨થી ૨૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ પૂ. શિવ જ્યોતિષાનંદ સ્વામીની કથા સંપર્ક. 020 8553 5471]
• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ‘સરદાર વોક’નું તા.૦૪.૦૮.૨૦૧૯ને રવિવારે સવારે ૧૧ વાગે સરદાર પટેલના લંડનના લાડબ્રુક ગ્રોવ સ્થિત નિવાસસ્થાનેથી આયોજન કરાયું છે. તા.૨.૮.૨૦૧૯ પહેલા રજિસ્ટ્રેશન કરાવો. સંપર્ક. શરદ પરીખ 07734 915 211, સુલોચના સેઠી 07956 811 078
• પંકજ સોઢા પ્રસ્તુત - જાણીતા ગાયક બંકિમ પાઠક, સલીમ મલિક, દક્ષા ગોહિલ દ્વારા બોલિવુડના જૂના ગીતોનો કાર્યક્રમ ‘દિલને ફિર યાદ કિયા - રિવાઈવલ લાઈવ ઓન સ્ટેજ’ - તા.૧૯.૭.૧૯ બ્લૂરૂમ, હેડસ્ટોન લેન, હેરો, મીડલસેક્સ HA2 6LY સંપર્ક. મહેશ 07950 158 998 – તા.૨૦.૭.૧૯ ગુજરાતી હિંદુ એસોસિએશન બર્મિંગહામ, સેકન્ડ સીટી સ્વીટ, ૧૦૦ શેરીઓક સ્ટ્રીટ, બર્મિંગહામ B5 6LT સંપર્ક. સુભાષ07962 351 170 – તા.૨૧.૭.૧૯ ગુજરાતી આર્ટ્સ એન્ડ ડ્રામા, ધ ક્યૂબ થિયેટર, બુશી એકેડેમી, લંડન રોડ WD23 3AA સંપર્ક. નરેશ 07831 362 146 – તા.૨૬.૭.૧૯ પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક. વસંત 07860 280 655 - તા.૨૭.૭.૧૯ વિન્સ્ટન ચર્ચિલ થિયેટર, મેનોર ફાર્મ, પીન વે, રાઈસ્લિપ HA4 7QL સંપર્ક. વીડિયોરામા 020 8907 0116 – તા.૨૮.૭.૧૯ ઈલ્ફર્ડ ટાઉન હોલ, ૧૨૮-૧૪૨ હાઈ રોડ, IG1 1DD સંપર્ક. સુભાષ 07977 939 457
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂલાઈ -૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૨૨થી ૨૬ સાંજે ૬.૧૫ એન્સિયન્ટ બિલિફ્સ ઓફ સાયન્સ - એક્ઝિબિશન - તા.૨૬ સાંજે ૬.૩૦ મુશાયરા એન્ડ મ્યુઝિક. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂલાઈ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૭ બપોરે ૪ હિંદુસ્તાની ગાયન – તા.૨૭ સાંજે ૭ સિતાર અને તબલા વાદન – તા.૨૮ બપોરે ૪ કર્ણાટકી ગાયન – તા.૨૮ સાંજે ૭ ભરત નાટ્યમ. સંપર્ક. 020 7381 3086