સંસ્થા સમાચાર - અંક ૨૭ જૂન ૨૦૨૦

Wednesday 24th June 2020 08:37 EDT
 

બ્રિટનની સામાજિક સંસ્થાઓના કાર્યક્રમોની રૂપરેખા...

વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ૫ જુલાઇથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકાશેઃ સ્વામીનારાયણ મંદિર - વિલ્સડન દ્વારા જાહેર કરાયું છે કે આગામી પાંચ જુલાઇથી મંદિર હરિભક્તો માટે ખુલ્લુ મૂકાશે. સરકારી ગાઇડલાઇન અને સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ખુલ્લા મૂકાનાર મંદિરમાં ફક્ત દર્શનની છૂટ અપાશે. પંચાંગ, શાષ્ટાંગ, પ્રણામ કે પ્રદક્ષિણા સહિત બીજી કોઇ ધાર્મિક પ્રવૃત્તિ માટે છૂટ અપાશે નહીં કે આરતી દરમિયાન દર્શન કરવા દેવાશે નહીં. આ ઉપરાંત દેવોને ફૂલ કે પ્રસાદ ચડાવાશે નહીં કે સ્વીકારાશે નહીં. વ્યવસ્થાપન સમિતિએ અનુરોધ કર્યો છે કે જો તમારું આરોગ્ય સારું ન હોય કે જો તમે વલ્નરેબલ કેટેગરીમાં આવતા હો તો મંદિરની મુલાકાત ટાળશો. તમામ હરિભક્તોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. પાંચમી જુલાઇએ - પહેલા દિવસે દેવદર્શનનો સમય બપોરના ૩-૦૦થી ૪.૧૫ અને ૫-૦૦થી ૭.૦૦નો રહેશે. ત્યારબાદ દર શનિવાર-રવિવારે સાંજે ૫-૦૦થી ૭-૦૦ દર્શન થઇ શકશે. આ ઉપરાંત હરિભક્તો www.sstw.org.uk વેબસાઇટ પર દરરોજ ઘનશ્યામ મહારાજના લાઇવ દર્શન કરી શકે છે.
ગુજરાતી કલ્ચર સોસાયટી, બ્રાયટનના ઉપક્રમે દર સપ્તાહે ઝૂમ દ્વારા યોગા અને ગીત-સંગીત, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. કોરોના વાયરસના કપરા કાળમાં આપણા સમાજના વડીલો, ભાઇ-બહેનો, યુવાનોને ઘેરબેઠાં માનસિક રાહત- સહકાર મળે એ આશયથી દર રવિવારે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન યોગા શીખવવામાં આવે છે. ત્યારબાદ સાંજે ૪ થી ૬ સુધી સ્થાનિક સંગીતકારો, ભજનિકો દ્વારા ગીત-સંગીત અને ભક્તિગીતો રજૂ કરવામાં આવે છે. ગયા સપ્તાહે આ કાર્યક્રમમાં સ્થાનિક ડોકટરોએ કોવિડ-૧૯માં શું સાવચેતી રાખવી એ વિષે રજૂઆત કરી હતી જેમાં ૧૫૦થી વધુ લોકોએ ઝૂમમાં જોડાઇ પ્રશ્નોત્તરી કરતાં ૭.૦૦ સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. આ રવિવારે સાંજે ૪ થી ૭ પ્રતાપભાઇ ગઢવી, ધીરૂભાઇ ગઢવી સહિત સ્થાનિક સંગીતકારો કાર્યક્રમ રજૂ કરશે. જેઓને Zoomમાં જોડાવું હોય તેઓએ ID 8508160 2656 કોડ વાપરવો. વધુ વિગત માટે સંપર્ક ધીરૂભાઇ લાંબા 07780 667160
શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ યુ.કે. તથા શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શનિવાર, ૨૭ જૂને સાંજે ૬.૦૦થી ૭.૦૦ દરમિયાન ભજનસંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભાવિક હરિઆ મધુરકંઠે શ્રીનાથજીના ભજન રજૂ કરશે. આપ સૌ Shreeji Dham Haveli ફેસબુક અથવા યુ ટ્યુબ પર આ કાર્યક્રમ જોઇ શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter