સંસ્થા સમાચાર (દિવાળી વિશેષ)

Tuesday 18th October 2022 10:45 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન દ્વારા દિપાવલી પર્વે વિવિધ ધાર્મિક આયોજન થયા છે. 24 ઓક્ટોબર - સોમવારે મંદિર અન્નકુટ દર્શન (સવારે 10.00થી રાત્રે 8.00), હવેલી અન્નકુટ દર્શન (સવારે 10.00થી સાંજે 5.00) અને શારદા પૂજન (સાંજે 6.15થી 7.45) યોજાશે. આ તમામ કાર્યક્રમ સંસ્થાની વેબસાઇટ neasdentemple.org પર લાઇવ નિહાળી શકાશે. રાત્રે 8.30 કલાકે મંદિર સામેના ગિબ્સન રિક્રિએશન ગ્રાઉન્ડમાં આતશબાજી યોજાશે. 25 ઓક્ટોબર - મંગળવારે દિવાળી ઉજવણી કે અન્નકુટ દર્શનના કોઇ કાર્યક્રમ યોજાયા નથી. 26 ઓક્ટોબર - બુધવારે મંદિર અને હવેલી અન્નકુટ દર્શન (સવારે 10.00થી રાત્રે 9.00) યોજાશે. બન્ને દિવસોએ ફુડ સ્ટોલ્સ પર સ્વાદિષ્ટ ગરમાગરમ નાસ્તો મળી રહેશે. મંદિરની સામે બ્રેન્ટફિલ્ડ રોડ પર પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. યુકે અને યુરોપમાં આવેલા તમામ બીએપીએસ મંદિર અને કેન્દ્રો પર ઉજવણીના આયોજનની વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ: neasdentemple.org
સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન - NW10 8HW

• બાલમ મંદિર દ્વારા રાધાકિશન ટેમ્પલ - શ્યામા આશ્રમ - શ્રીનાથજી હવેલી ખાતે દિવાળીથી તુલસી વિવાહ સુધી શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. 24 ઓક્ટોબરે કાળી ચૌદશ અને દિવાળી પર્વે દર્શનનો સમય સવારે 7.30થી 8.30, 10.30થી 11.30 અને બપોરે 12.00થી 1.00નો રહેશે. સાંજના ઉથાપન ભીતર હાટડી દર્શન સાંજે 5.30 વાગ્યે થશે. 25મીએ સૂર્યગ્રહણ હોવાથી દર્શનનો સમય સવારે 10.07થી 11.52 અને સાંજે 6.00થી 7.30નો રહેશે. 26મીએ નૂતન વર્ષારંભે દર્શનનો સમય મંગળા સવારે 7.30થી 8.30 તથા શ્રૃંગાર 10.30થી 11.30, રાજભોગ બપોરે 12.00થી 1.00, ઉથાપન સાંજે 4.30થી 5.00 અને શયન દર્શન સાંજે 6.00થી 7.00 થશે. 27મીએ ભાઇબીજ લોટીજી ઉત્સવ પ્રસંગે દર્શનનો સમય બપોરે 12.30થી 4.00 વાગ્યાનો રહેશે. બાદમાં મહાપ્રસાદ યોજાશે. 30મીએ અન્નકુટ ઉત્સવ પ્રસંગે ગોવર્ધન પૂજા સવારે 10.00થી 11.00, અન્નકુટ દર્શન સાંજે 4.00થી 7.00 અને આરતી સાંજે 6.30 વાગ્યે થશે. 4 નવેમ્બર - તુલસી વિવાહ (રાધાકૃષ્ણ પક્ષે) બપોરે 12.30થી 4.00 અને બાદમાં મહાપ્રસાદ. સાંધ્ય દર્શન - વિવાહ ખેલ ઉત્સવ (શ્રીનાથજી પક્ષે) સાંજે 6.00થી 8.00 યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ બાલમ મંદિર ફોનઃ 02086753831 અથવા પૂર્વીબહેન- +44 7801350171 અથવા દેવ્યાનીબહેન પટેલ +44 7929165395
સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL
• શ્રી સ્વામિનારાયણ મંદિર - કિંગ્સબરી (મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન) ખાતે દિવાળી અને નૂતન વર્ષ પર્વે તા. 21થી 26 ઓક્ટોબર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં 22 ઓક્ટોબર ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન (સાંજે 6.00થી 8.00), 26મીએ નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વ્યંજનોનો અન્નકૂટ ઉત્સવ અને રંગોળી પ્રદર્શન (સાંજે 8.00થી 7.30), 30મીએ સોસાયટી બિફોર સેલ્ફ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ અને 6 નવેમ્બરે અન્નદાન કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્થાનિક ચેરિટીઓને સહાયરૂપ થવા માટે બગડી ન જાય તેવી ફૂડ આઇટેમ મંદિર ખાતે ભેટ આપી શકાશે. વિગત માટે જુઓ વેબસાઇટઃ swaminarayangadi.com/London
• શ્રી સનાતન હિન્દુ મંદિર - વેમ્બલી ખાતે 24 ઓક્ટોબરે દિવાળી, 26મીએ નૂતન વર્ષ, 26મીએ ભાઇબીજ અને 5 નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન 0208 903 7737
સ્થળઃ ઇલિંગ રોડ, આર્લ્પર્ટન, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA
• શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર (શ્રી નારાયણ દેવ ગાદી) દ્વારા દિવાળી અને નૂતન વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં 22 ઓક્ટોબરે ધનતેરસ - વાઘબારસ, 23મીએ કાળી ચૌદશ - હનુમાનજી પૂજન (સાંજે 6.30થી), 24મીએ લક્ષ્મીપૂજન (સાંજે 7.30થી), 25મીએ દિવાળી, 26મીએ અન્નકૂટ ઉત્સવ - નૂતન વર્ષ (અન્નકૂટ દર્શન સવારે 7.00થી સાંજે 6.00 અને સવારે 7.00થી દર કલાકે આરતી), 5 નવેમ્બરે તુલસી વિવાહ (લાલજી મહારાજ મંડપ રોપણ સવારે 9.30થી, બાદમાં તુલસીબાઇનો માંડવો. સાંજે 6.00થી મહેંદી અને પછી મહાપ્રસાદ) અને 6 નવેમ્બરે લગ્નપ્રસંગ (સવારે 10.00થી) અને મહાપ્રસાદ. કાર્યક્રમો મંદિરની વેબસાઇટ www.swaminarayansatsang.com પર લાઇવ માણી શકો છો. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન 044 (0) 208 954 0205
સ્થળઃ વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરો દ્વારા દિવાળી પર્વે વિવિધ આયોજન થયા છે. 22 ઓક્ટોબરે વાઘબારસ અને ધનતેરસ, 23મીએ કાળી ચૌદશ - હનુમાન પૂજન (સાંજે 7.00થી), 24મીએ લક્ષ્મીપૂજન - ચોપડાપૂજન (સાંજે 7.00થી 8.30), 25મીએ દિવાળી અને સૂર્યગ્રહણ (વિગત માટે જૂઓ મંદિરની વેબસાઇટ www.sksst.org), 26 ઓક્ટોબરે નૂતન વર્ષ - ગોવર્ધન પૂજન - અન્નકૂટ દર્શન (સવારે 6.30થી સાંજે 7.00), અન્નકૂટ આરતી (સવારે 11.00થી દર કલાકે, સાંજે 6.00 સુધી), 27મીએ ભાઈબીજ, 5 નવેમ્બરે તુલસી વિવાહ - લાલજી મહારાજનો માંડવો (સવારે 7.30) અને 6 નવેમ્બરે તુલસી વિવાહ (સવારે 8.00થી બપોરે 12.30) બાદમાં મહાપ્રસાદ. વધુ વિગત માટે સંપર્કઃ ફોન 020 8909 9899
સ્થળઃ વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન - હેરો, મિડલસેક્સ - HA3 9EA
• શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન દ્વારા દિવાળી કાર્યક્રમો યોજાયા છે. જેમાં 21ઓક્ટોબરે રમા એકાદશી, 22મીએ વાઘબારસ - ધનતેરસ, 23મીએ કાળી ચૌદશ - હનુમાન પૂજન (સાંજે 5.30થી), 24મીએ લક્ષ્મીપૂજન - ચોપડાપૂજન (સાંજે 7.00થી), 25મીએ દિવાળી, 26મીએ નૂતન વર્ષ - ગોવર્ધન પૂજન - અન્નકૂટ દર્શન (સવારે 7.00થી સાંજે 7.00), અન્નકૂટ આરતી (સવારે 11.00) અને પ્રસાદભોજન (સવારે 11.00થી બપોરે 2.00), 5 નવેમ્બરે તુલસી વિવાહ મંડપ રોપણ (સવારે 8.00થી) અને 6 નવેમ્બરે તુલસી વિવાહ (સવારે 9.00થી) અને પ્રસાદભોજન (બપોરે 12.00થી). વધુ વિગત માટે સંપર્કઃ ફોન 020 8459 4506
સ્થળઃ 220-222 વિલ્સડન લેન, લંડન - NW2 5RG

વસો નાગરિક મંડળ - યુકે દ્વારા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ - યુકેના સહયોગમાં 30 ઓક્ટોબરે (બપોરે 3.30થી) વસો નાગરિક મંડળ - યુકેનું ગોલ્ડન જ્યુબિલી સંમેલન, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી અને દિવાળી પર્વની ઉજવણીનો ત્રિવેણીસંગમ રચાયો છે. આપ સહુને પરિવારજનો સાથે પધારવા અને સંગીત-મનોરંજન-સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણવા આમંત્રણ છે. વસો નાગરિક મંડળના સભ્યોએ વધુ માહિતી માટે ઇમેઇલ ([email protected] અથવા [email protected]) દ્વારા જ સંપર્ક કરવો. વધુ માહિતી માટે સંપર્કઃ પ્રવીણભાઇ અમીન - 07967013871 અથવા બાબુભાઇ એ. પટેલ - 02086550194 અથવા મહેન્દ્રભાઇ પટેલ (કરમસદ) - 07956458872.
સ્થળઃ પાટીદાર સમાજ હોલ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, ટૂટિંગ બ્રોડવે, નેટવેસ્ટ બિલ્ડીંગની બાજુમાં, લંડન - SW17 0RJ

શ્રી જલારામ ટેમ્પલ - લેસ્ટર અને વીરબાઇમા જલારામ કોમ્યુનિટી સેન્ટર દ્વારા જલારામ જયંતી પર્વે 31 ઓક્ટોબર - સોમવારે દિવસ દરમિયાન જગદીશ રૂપારેલિયા પરિવાર, કેતન પટેલ પરિવાર, રંજનબહેન ઠક્કર પરિવાર, અતુલ હાથી પરિવાર અને રમેશભાઇ મિસ્ત્રી પરિવારના યજમાનપદે વિવિધ કાર્યક્રમ યોજાયા છે. આ પ્રસંગે આરતી (સવારે 10.00), જલારામ બાપાનું પૂજન (સવારે 10.15), ભજન કાર્યક્રમ (સવારે 11.00), કેક કટીંગ (બપોરે 1.00), ભજન (બપોરે 2.00થી 4.00), વીરબાઇમા કોમ્યુનિટી સેન્ટર ખાતે મહાપ્રસાદ (બપોરે 1.30થી સાંજે 5.30 સુધી) અને સાંજે 4.00થી 6.30 ગરબાનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ 0116 254 0117
સ્થળ: શ્રી જલારામ ટેમ્પલ, 85 નારબરો રોડ, લેસ્ટર, LE3 0LF
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - વેલિંગબરો દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અથાક વિચરણની સ્મૃતિમાં અને જન્મશતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અક્ષરદેરીની એક મિલિયન પ્રદક્ષિણાનો આરંભ થયો છે. 13 ઓગસ્ટ 2022થી શરૂ થયેલા અને 13 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા આ પવિત્ર અભિયાનમાં જોડાવા સહુ કોઇને જોડાવા આમંત્રણ છે. દિવસ અને સમયઃ સોમવારથી રવિવાર, સવારે 7.30થી 12.30 અને સાંજે 4.00થી 7.30
સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 2-22 મિલ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PE

સુપરડુપર ગુજરાતી કોમેડી નાટક ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઇ’ના શો 20 ઓક્ટોબરે ધ રોયલ રિજેન્સી - મેનોર પાર્ક E12 (શો ટાઇમ રાત્રે 8.00), 21 ઓક્ટોબરે સત્તાવીસ પાટીદાર સેન્ટર - વેમ્બલી (શો ટાઇમ રાત્રે 8.00), 22 ઓક્ટોબરે ઝોરોસ્ટ્રીયન સેન્ટર - હેરો (શો ટાઇમ સાંજે 7.30) અને 23 ઓક્ટોબરે ડીમોન્ટફોર્ટ હોલ - લેસ્ટર (શો ટાઇમ સાંજે 7.30) ખાતે ભજવાશે. વર્લ્ડવાઇડ ઇવેન્ટ્સના અબુ મલિક અને ઇન્ટરનેશનલ પ્રમોટર સફદર હુસૈન દ્વારા રજૂ થઇ રહેલું આ નાટક પ્રવીણ સોલંકીએ લખ્યું છે અને સિદ્ધાર્થ રાંદેરિયાએ દિગ્દર્શિત કર્યું છે. નાટકમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને તેજલ વ્યાસ ઉપરાંત નીલેશ સોની, હિમાંશુ ઉપાધ્યાય, જીતેન્દ્ર સુમરા સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter