સંસ્થા સમાચાર (નવરાત્રિ વિશેષ)

Wednesday 25th September 2024 09:24 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા નવરાત્રિ ગરબા તા. 3થી 11 ઓક્ટોબર. દશેરા 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂર્ણિમા 19 ઓક્ટોબરે ઉજવાશે. સમયઃ રવિવારથી ગુરુવાર સાંજે 7.30થી રાત્રે 11.00 જ્યારે શુક્રવાર - શનિવાર સાંજે 7.30થી રાત્રે 12.00. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND. વધુ વિગત માટે સંપર્કઃ કલાબહેન પટેલ - 07956 258 311 / જયરાજ ભાદરણવાલા - 07956 816 556
• કરમસદ સમાજ-યુકે દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 3થી 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂનમની ઉજવણી 19 ઓક્ટોબરે થશે. સમયઃ વિકડેઝમાં સાંજે 7.30થી રાત્રે 11.30 અને વિકએન્ડ્સમાં સાંજે 7.30થી મોડી રાત સુધી. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ પટેલ - 07956 458 872 અથવા જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.co.uk
• કાર્ડિફ સનાતન મંદિરે તા. 3થી 11 ઓક્ટોબર નવરાત્રિ પર્વની જ્યારે 12 ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. 17 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના ગરબા યોજાશે. સમયઃ રાત્રે 8.00થી 11.00. આરતી રાત્રે 10.00 વાગ્યે. સભ્યો માટે વિનામૂલ્યે પ્રવેશ.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ ગરબા તા. 3થી 12 ઓક્ટોબર જ્યારે શરદ પૂર્ણિમાની ઉજવણી 17 ઓક્ટોબરે થશે. સમયઃ દરરોજ રાત્રે 8.00 વાગ્યાથી. સ્થળઃ નેશનલ એસોશિએન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG. વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન - 07956 254 274 / મિનાક્ષી પટેલ 07966 010 645.
• SKLPC (યુકે) દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 3થી 11 ઓક્ટોબરે (સાંજે 7.30થી રાત્રે 11.00), નવરાત્રિ ફેમિલી વર્કશોપ 6 ઓક્ટોબરે (સવારે 11.00થી બપોરે 3.00), દશેરા વીકએન્ડ સ્પેશ્યલ 12 - 13 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) અને શરદ પૂનમ 16 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) ઉજવાશે. સ્થળઃ ગ્રાન્ડ માર્કી, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ UB5 6RE. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.sklpc.com/navratri
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવ તા. 3થી 11 ઓક્ટોબર જ્યારે શરદપૂર્ણિમા 16 ઓક્ટોબરે ઉજવાશે. સમય સાંજે 7.30થી રાત્રે 11.00. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વિનામૂલ્યે વિશાળ પાર્કિંગ. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ - 07932 523 040 / પુષ્પકાંત પટેલ - 07961 452 683
• એઇલસ્બરી હિન્દુ ટેમ્પલ CIO અને ત્રીવેણી CICના ઉપક્રમે દુર્ગા પૂજા (10-11-12 ઓક્ટોબર) અને નવરાત્રી મહોત્સવનું આયોજન (5-6-10-11 ઓક્ટોબર સાંજના 6.00 થી 10.00) કરાયું છે.
સ્થળઃ બાઉલ્સ બિલ્ડીંગ્સ, સ્ટોક મેન્ડેવિલે સ્ટેડિયમ, એઇલ્સબરી - HP21 9PP. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટ: www.aylesburyhindutemple.org
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિર દ્વારા 28 સપ્ટેમ્બરે (સાંજે 5.00 કલાકે) હિન્દુ મેમોરિયલ ડેની ઉજવણી પ્રસંગે હિન્દુ ધર્મના જતન-સંવર્ધન માટે ઉલ્લેખનીય યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન થશે. આ જ દિવસે સાંજે 6.00થી 7.15 હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી થશે. તા. 29 સપ્ટેમ્બરના રોજ (સાંજે 5.00થી 7.15) આદ્ય શક્તિની આરાધનાના પર્વ ‘નવરાત્રિનું મહત્ત્વ’ વિષય પર ચંદ્રકલા સખીજીનું પ્રવચન. સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ (યુકે), 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE (ફોનઃ 020 8553 5471)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter