• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 અશ્વિનભાઈ પટેલ 07794 338 397
• હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા સ્વ. ધનજીભાઈ તન્ના MBEની સ્મૃતિમાં શ્રાદ્ધ ભજન અને કિર્તનનું તા.૧૪.૦૯.૨૦૧૯ને શનિવારે સાંજે ૭.૪૫થી ૧૦ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી , મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫.૩૦ થી ૭.૪૫ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. પ્રમોદ પટેલ 07984 212 291
• ઈસ્કોન ક્રોયડન દ્વારા તા.૮.૯.૨૦૧૯ને રવિવારે રથાયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રા સવારે ૧૧ વાગે ક્રોયડન હાઈ સ્ટ્રીટ, (નોર્થ એન્ડ, M & S બહાર) CR0 1TY થી શરૂ થશે. બપોરે ૨.૩૦થી રિક્રિએશનલ ગ્રાઉન્ડ (બાર્કલે રોડ) પર ફેસ્ટિવલ યોજાશે. સંપર્ક. [email protected]
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૭.૯.૧૯ને શનિવારથી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકોને તેનાથી કેવી રીતે સલામત રાખવા તેની માતાઓને મફત ટ્રેનિંગના છ વીકના (દર શનિવાર) ‘મધર્સ સેફગાર્ડિંગ ચેમ્પિયન્સ’ કોર્સનું આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક. જાવેરિયા કોલરીજ 07943 936 125 - તા.૮.૯.૧૯ને રવિવારે સાંજે ૬.૩૦થી ૮ ‘સત્સંગ’નું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૦૮.૦૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કિરણબેન નંદા અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૭.૦૯.૧૯ સવારે ૧૧થી ૧ ઈન્ટરનેશનલ વેદાંત સોસાયટીના શ્રી ભગવાન દ્વારા પ્રવચન, બાદમાં મહાપ્રસાદ - ૧૨.૯.૧૯ સુધી દરરોજ બપોરે ૨.૩૦ વાગે ગણેશ પૂજા સહિત વિવિધ પૂજા સંપર્ક. 07882 253 540
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના સપ્ટેમ્બર – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૨ સાંજે ૭ અમિત ટંડનની સ્ટેન્ડ અપ કોમેડી - તા.૧૫ સાંજે ૫ સુચિસ્મિતા ગાંગૂલી દ્વારા ‘ચાંડાલિકા ધ ટેલ ઓફ ટ્રોડન’ સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના સપ્ટેમ્બર -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૦ સાંજે ૬.૩૦ રાજેશ કદલગાંવકર અને અવિનાશ પાટિલ દ્વારા ‘આલાપ’ – તા.૧૨ સાંજે ૬.૩૦ મ્યુઝિક ફ્રોમ યુકે - ઈન્ડિયા - તા.૧૩ સાંજે ૬.૩૦ સ્વાતિ નાટેકર દ્વારા ‘પોએટ્રી ઓફ લવ..’ સંપર્ક. 020 7491 3567
• કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ - પંકજ સોઢા પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત વિનોદ સાવરીયા લિખિત તથા સંજય ગોરડિયા અભિનિત કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના સપ્ટેમ્બરના શો - તા.૮. સાંજે ૬ સર જેમ્સ હોકી હોલ, વુડફર્ડ ગ્રીન, IG8 0BG સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457 - તા.૧૩ સાંજે ૭.૪૫ ધ ભવન - ભારતીય વિદ્યા ભવન,વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE - તા.૧૪. બપોરે ૨.૩૦ અને રાત્રે ૮ હેચ એન્ડ હાઈસ્કૂલ, હેરો સંપર્ક. મંજૂ 07931 534 270 – તા. ૧૫ બપોરે ૨.૩૦ અને સાંજે ૭.૩૦ વિન્સટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. કાંતિભાઈ 07956 918 અને દીપા 07947 561 947