સંસ્થા સમાચાર - અંક ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯

Wednesday 11th September 2019 06:16 EDT
 

• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 અશ્વિનભાઈ પટેલ 07794 338 397

• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના સપ્ટેમ્બર - ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૧ સુધી ગણેશ દર્શન થશે. - તા. ૧૨ ગુરુવાર સવારે ૧૦ ગણેશ વિસર્જન - તા.૧૫ સવારે ૧૧થી બપોરે ૩ ભજન ભોજન – તા.૧૫ રવિવાર બપોરે ૩ વાર્ષિક જાહેર સભા. સંપર્ક. 01772 253 901.

ગાયત્રી પરિવાર યુકે દ્વારા પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું તા.૧૫.૯.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૫.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન૧૦૮ હનુમાન ચાલીસાનું ૧, ડેવોનશાયર રોડ, એડમન્ટન, N9 8NG ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મીનાબેન કગલાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો -ગુરુવાર તા.૧૨.૯.૧૯ સુધી દરરોજ બપોરે ૨.૩૦ ગણેશપૂજા સહિત વિવિધ પૂજા - શનિવાર તા.૧૪.૯.૧૯બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૧૫.૯.૧૯ બપોરે ૩થી ૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૧૫.૯.૧૯ને રવિવારે સાંજે ૬.૩૦થી ૮ ‘સત્સંગ’નું આયોજન કરાયું છે. સંસ્થા ખાતે દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી ચાલે છે.સંપર્ક. 020 8553 5471

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના સપ્ટેમ્બર – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૯થી ૨૩ બપોરે ૩ હસ્ત શિલ્પ એક્ઝિબિશન – તા.૨૧ સાંજે ૬ રવિન્દ્ર સંગીત. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના સપ્ટેમ્બર -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૬થી ૨૦ સાંજે ૬.૧૫ સફેદ ટેક્સટાઈલ એક્ઝિબિશન – તા.૧૭ સાંજે ૬.૩૦ ભરતનાટ્યમ - તા.૧૯ સાંજે ૬.૩૦ કથક વિલાસ. સંપર્ક. 020 7491 3567

કાર્ડિફમાં સમૂહ ભાગવત કથા - કાર્ડિફ સનાતન મંદિરસીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે પૂ. લાભશંકરભાઈ જીવરાજભાઈ ઓઝા, મુંબઈ (પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પિતરાઈ ભાઈ)ની વાણીમાં રવિવાર તા.૧૫.૯.૧૯થી શનિવાર તા.૨૧.૯.૧૯ સુધી બપોરે ૪થી સાંજે ૮ દરમિયાન સમૂહ ભાગવત કથાનું આયોજન કરાયું છે. તા.૧૫ બપોરે ૨.૩૦ વાગે પોથી યાત્રા. કથા દરમિયાન નૃસિંહ જયંતી, વામન જયંતી, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જન્મ, શ્રી ગિરીરાજ ઉત્સવ, લોટી ઉત્સવ અને રુક્ષ્મણિ વિવાહ વગેરે પ્રસંગો ઉજવાશે. કથા બાદ દરરોજ મહાપ્રસાદ. તા.૨૨.૯.૧૯ સવારે ૧૦થી બપોરે ૨ પિતૃ હવન થશે. સંપર્ક. વિનોદભાઈ 07404 225 486 વિમળાબેન 07979 155 320

ડો.સર્વેશ વોરાના ગીતા પ્રવચનો યુકેસંસ્કાર’ ચેનલ પર - તાજેતરમાં હેરો સિવિક સેન્ટરમાં ગીતા ફાઉન્ડેશન દ્વારા ભારતના સુપ્રસિદ્ધ વિચારક, જૈન અને ગીતા દર્શનના જાણીતા વિદ્વાન ડો.સર્વેશ વોરાના ગીતા પ્રવચનો યોજાઇ ગયાં, જેને ભારે સફળતા મળી હતી. લોક-લાગણી અને માગણીને લક્ષમાં લઇને આ પ્રવચનો તા ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગે સંસ્કાર ચેનલ (SKY125)પરથી ટેલીકાસ્ટ થશે. જિજ્ઞાસુઓ જરૂર લાભ લેશો.

• બેટર લાઈવ્સ ફાઉન્ડેશન આયોજીત મુકેશ નાઈટ - ગોલ્ડન વોઈસ ઓફ મુકેશ તરીકે જાણીતા મુખ્તાર શાહના કંઠે સ્વ.મુકેશના સદાબહાર હીટ ફિલ્મી ગીતોના કાર્યક્રમનું બેટર લાઈવ્સ ફાઉન્ડેશન દ્વારા તા.૨૨.૯.૧૯ને રવિવારે સાંજે ૫.૩૦ વાગે ધ ક્યૂબ થિયેટર, બુશી એકેડમી, લંડન રોડ, બુશી WD23 3AA ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ગાયિકા વેદા પણ મુખ્તાર શાહ સાથે ગીતો રજૂ કરશે. આ કાર્યક્રમ દ્વારા મળનારી તમામ રકમનો ઉપયોગ સિયેરા લિઓનમાં જરૂરતમંદ લોકો માટે ચાલતા મેડિકલ, એજ્યુકેશનલ અને એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટસમાં કરવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક. દેવી પટેલ 07958 711 846

• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ઉજવે છે- ગાંધી જયંતિ - મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.)ના ઉપક્રમે મંગળવાર તા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સાંજે ૬.૦૦થી ૧૦ દરમિયાન મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. સ્થળ: કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો,HA3 8LU. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે હાઇકમિશ્નર ઓફ ઇન્ડિયા, હરો તથા બ્રેન્ટના મેયર્સ, મેમ્બર ઓફ હાઉસ ઓફ લોર્ડસ તથા આમંત્રિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશૈ. પ્રાર્થના તથા પુષ્પાંજલિ બાદ ભજન-ગીત- સંગીત. કાર્યક્રમ શરૂ થથા પહેલાં સાંજે ૬.૦૦ થી ૭.૩૦ દરમિયાન શાકાહારી પ્રીતિભોજન. વધુ વિગત માટે સંપર્ક ભાનુભાઇ પંડ્યા 0208 427 3413, નીતિબેન 020 8429 1608

કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ - પંકજ સોઢા પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત વિનોદ સાવરીયા લિખિત તથા સંજય ગોરડિયા અભિનિત કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના સપ્ટેમ્બરના શો - તા.૨૦ પીપુલ એન્ટરપ્રાઈઝ લેસ્ટર વસંત ભક્તા 07860 280 655 - તા.૨૧ બ્રેડફર્ડ યુક્રેનિયન કોમ્યુનિટી સેન્ટર બ્રેડફર્ડ સંપર્ક. ચંપક 00769 830 476 – વાયલિયોટ્સ સેન્ટર, પોટર્સબાર EN6 2HN સંપર્ક. નીતિન શાહ020 8361 2475


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter