સંસ્થા સમાચાર - અંક ૯ નવેમ્બર ૨૦૧૯

Wednesday 06th November 2019 05:40 EST
 

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૧૦.૧૧.૧૯ને રવિવારે તુલસી વિવાહનું આયોજન કરાયું છે. તા. ૯ સાંજે ૫.૩૦ લાલજી મહારાજ મંડપ રોપણ, સાંજે ૬.૩૦ તુલસીબાઈ સાંજી અને મહેંદી નાઈટ, તા.૧૦ રવિવારે સવારે ૮થી ૧૨ વિવાહ અને બાદમાં મહાપ્રસાદ સંપર્ક. 020 8954 0205

કાર્ડિફ સનાતન મંદિર સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના કાર્યક્રમો - તા.૧૦.૧૧.૧૯ને રવિવારે તુલસી વિવાહ – કાર્ડિફ સનાતન મંદિર વરરાજા (ભગવાન કૃષ્ણ) પક્ષે રહેશે અને તુલસી વિવાહ માટે જાન બ્રિસ્ટોલ સનાતન મંદિરે જશે. કોચ સવારે ૧૦ વાગે કાર્ડિફથી રવાના થશે. વિવાહ બપોરે ૧ વાગે થશે. સંપર્ક. 07890 986 428

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૧૦.૧૧.૧૯ને રવિવારે બપોરે ૧.૩૦ વાગે તુલસી વિવાહનું આયોજન કરાયું છે. તા.૯ને શનિવારે રાત્રે ૮ વાગે સાંજીના ગીત અને રાસગરબા, તા.૧૦ને રવિવારે બપોરે ૨ વાગે ભોજન સમારંભ. સંપર્ક. 01772 253 901.

પૂ.રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજ અને પૂ. શિશિરકુમાર મહોદયના આશીર્વાદથી અન્નકૂટ દર્શનનું તા.૧૦.૧૧.૧૯ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન બર્નાડેટ્સ સ્કૂલ, ક્લિફટન રોડ, કિંગ્સબરી HA3 9NS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ.

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૦.૧૧.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ)છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - તા.૯.૧૧.૧૯ શનિવારે બપોરે ૩ વાગે માતા કી ચૌકી અને બાદમાં મહાપ્રસાદ - તા ૧૦.૧૧.૧૯ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

ચિન્મય મિશન યુકે દ્વારા ‘ભગવદ ગીતા ફેસ્ટિવલ અને કોન્સર્ટ’નું શનિવાર તા.૧૬.૧૧.૧૯ અને રવિવાર તા.૧૭.૧૧.૧૯ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન ચિન્મય કિર્તી, 2, એગર્ટન ગાર્ડન, હેન્ડન, NW4 4BA ખાતે આયોજન કરાયું છે. તા.૧૬ સાંજે ૬.૧૫થી ડિનર – કોન્સર્ટ. સંપર્ક. 020 8203 6288

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના નવેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૮ સાંજે ૬.૪૫ સંગીત, નૃત્ય અને કવિતાનો કાર્યક્રમ ‘ઈમોશનલ બોન્ડ્સ’ - તા.૧૦ સાંજે ૬ પંડિત અજોય ચક્ર્બર્તીનો કોન્સર્ટ. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૬.૧૧.૧૯ને શુક્રવાર સાંજે ૬.૩૦ ઉર્જા - કન્ટેમ્પરરી ડાન્સ પર્ફોર્મન્સ. સંપર્ક. 020 7491 3567.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter