• શીતલ – શીરડી સાઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન દ્વારા શીતલ – શીરડી મંદિરના દસમા સ્થાપના દિનની ઉજવણીનું તા.૩૧.૧.૨૦૨૦ને શુક્રવારે બપોરે ૩થી ૫ દરમિયાન યુનિયન હોલ, યુનિયન રોડ, વેમ્બલી HA0 4AU 020 8902 2311
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૬.૦૧.૨૦૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સ્વ. દાદા લક્ષ્મણદાસનો પરિવાર અને માયાબેન પગરાની (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૨૫.૦૧.૨૦ શનિવાર બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૨૬.૦૧.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન અને ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના જાન્યુઆરી ૨૦૨૦ના કાર્યક્રમો - તા.૨૫ શનિવાર સાંજે ૫ થી ૮ માતા કી ચૌકી - તા.૨૬ રવિવાર સાંજે ૫.૩૦થી ૭ માતા કી ચૌકી - દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471
• યંગ બ્રિટિશ એશિયન્સ દ્વારા આસ્થા કેર લિમિટેડ અને ગુરુ સાઉન્ડ્ઝ લિમિટેડના સહયોગથી લંડન સરસ્વતી મ્યુઝિક ફેસ્ટિવલ ૨૦૨૦નું તા.૦૧.૦૨.૨૦૨૦ને શનિવારે બપોરે ૪ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ 198-202, લેયટન રોડ લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સંદીપ ચક્રવર્તી 07956 636 556
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે જાન્યુઆરી - ૨૦૨૦ના કાર્યક્રમો - તા.૨૫ અને તા.૨૬ બપોરે૩થી ૬ ધ ભવન્સ ફાઉન્ડર્સ ડે - ડે 1 અને ડે 2. બન્ને દિવસે સંસ્થાના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ અને ટીચર્સ દ્વારા કળા પ્રસ્તુતિ. સંપર્ક. 020 7381 3086