સંસ્થા સમાચાર (તા.૨૨.૦૨.૨૦૨૦)

Wednesday 19th February 2020 05:26 EST
 

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૩.૨.૨૦ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૨૨.૨.૨૦ શનિવાર - બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા - તા ૨૩.૨.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૨૧.૨.૨૦ શુક્રવાર સાંજે ૬થી રાત્રે ૧૨ મહા શિવરાત્રિ પર્વની ઉજવણી - તા.૨૩.૨.૨૦ રવિવાર સાંજે ૫.૩૦થી ૭.૧૫ સત્સંગ – સંસ્થામાં દર સોમવારે અને શુક્રવારે બપોરે ૪થી ૫.૩૦ યોગ ક્લાસીસ - દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કીર્તન થાય છે. સંપર્ક. 020 8553 5471

Tateદ્વારા ૧૭મી સદીના ઉત્તરાર્ધની બ્રિટનની બરોક આર્ટને રજૂ કરતા સૌ પ્રથમ એક્ઝિબિશન ‘બ્રિટિશ બરોકઃ પાવર એન્ડ ઈલ્યુઝન’નું તા.૧૯.૦૪.૨૦૨૦ સુધી સવારે ૯.૪૫થી સાંજે ૬ દરમિયાન TATE BRITAIN, મિલબેન્ક, લંડન SW1P 4RG ( મિલબેન્ક એન્ટ્રન્સથી પ્રવેશ મેળવવો) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7887 8888

શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781

મહા શિવરાત્રિના કાર્યક્રમો - તા.૨૧.૦૨.૨૦૨૦ શુક્રવાર

BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે સવારે ૯થી રાત્રે ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક મહારૂદ્રાભિષેક યોજાશે. સવારે ૯થી રાત્રે ૮ મહારૂદ્રાભિષેક, સવારે ૯થી રાત્રે ૮ અન્નકૂટ દર્શન, બપોરે ૧૧.૪૫થી ૧૨ અન્નકૂટ આરતી અને સાંજે ૭થી ૭.૨૦ સંધ્યા આરતી થશે. મંદિરની હવેલીમાં શ્રી અમરનાથના પ્રતિક સ્વરૂપે બરફના શિવલિંગના દર્શનનો લાભ મળશે. સંપર્ક. 020 8965 2651

શ્રી હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર ૩૪ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે મહાશિવરાત્રિ અભિષેક પૂજાનું સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે સાંજે ૫.૩૦ સમુહ રુદ્રાભિષેક. સંપર્ક. 07882 253 540

શ્રી સનાતન મંદિર લેસ્ટર, વેમથ સ્ટ્રીટ, ઓફ કેથેરીન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6TP ખાતે સવારે ૧૦.૩૦થી સાંજે ૭ દરમિયાન મહા શિવરાત્રિ પર્વની ઉજવણી થશે. ભાવિક ભક્તો સમૂહ શિવપૂજન અને રુદ્રાભિષેકનો લાભ મેળવી શકશે. સંપર્ક. 01162 661 402

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. સવારે ૯.૩૦ આરતી બાદ ૧૦.૩૦થી બપોરે ૧૨ દરમિયાન રુદ્રાભિષેક, બપોરે ૧થી સાંજે ૬ અખંડ ધૂન, સાંજે ૭.૩૦ કમળ પૂજન અને અર્પણ. બપોરે ૧ અને રાત્રે ૮.૩૦ ફળાહારની વ્યવસ્થા છે. સંપર્ક. 01772 253 901

શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતે સવારે ૯થી સાંજે ૫.૩૦ મહાશિવરાત્રિ રુદ્રિ પૂજા - કામેશ્વર મહાદેવ મહાપૂજા રાત્રે ૮.૩૦. સંપર્ક. 020 8903 7737

રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઈ રોડ લંડન SW12 9ALખાતે સવારે ૭ થી રાત્રે ૧૦ સુધી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી થશે. સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦ વાગે આરતી થશે. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી અને મહાપ્રસાદ ૧.૩૦ વાગે, શ્રૃંગાર માટે બપોરે ૨.૩૦ થી ૫ દર્શન બંધ રહેશે. શ્રૃંગારના દર્શન સાંજે ૫થી રાત્રે ૧૦ સુધી ખૂલ્લા રહેશે. સૌ ભાવિક ભક્તોને ભાવ ભર્યું આમંત્રણ છે.

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન LCNL ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતેસાંજે ૬.૩૦થી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી થશે. સાંજે ૬.૩૦ રજિસ્ટ્રેશન અને ભજન તથા સાંજે ૭થી પૂજા અને બાદમાં મહા પ્રસાદનો લાભ મળશે. સંપર્ક. પ્રતાપભાઈ ખગરામ 07906 878 049

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન મહા શિવરાત્રિ નિમિત્તે શિવરાત્રિ પૂજાનું આયોજન કરાયું છે. મંત્રોચ્ચાર સાથે વૈદિક પૂજા - સંગીત અને નૃત્યનો કાર્યક્રમ – બાદમાં ડિનરની વ્યવસ્થા - પ્રવેશ મફત. સંપર્ક. 020 7381 3086

                                          એસ્ટેટ પ્લાનિંગ વિશે સેમિનારનું આયોજન

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનદ્વારાતા.૨૦.૨.૨૦ને ગુરુવારે ‘એસ્ટેટ પ્લાનિંગ’ વિશે માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરાયું છે. આ સેમિનારમાં લાઈફટાઈમ સોલિસિટર્સના ડિરેક્ટર મિસિસ ડેબ્રા મેકનાઈટ વીલ, LPA, એસ્ટેટ અને IHT વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપશે.

સમય – સાંજે ૬.૩૦થી ૭ રજિસ્ટ્રેશન અને રિફ્રેશમેન્ટ્સ, સાંજે ૭.૧૫થી ૮.૩૦ સેમિનાર તથા Q&A, સાંજે ૮.૩૦થી ડિનર.

સ્થળ - BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD

RSVP - [email protected]

                                         લંડનમાં ૧૨ જ્યોતિર્લિંગની આધ્યાત્મિક સફર

બ્રહ્માકુમારીઝ દ્વારા મહા શિવરાત્રિની ઉજવણી નિમિત્તે પ્રાચીન ભારતના ૧૨ જ્યોતિર્લિંગની ‘આધ્યાત્મિક સફર’નું તા.૨૩.૨.૨૦ને રવિવારે બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, ૬૫-૬૯ પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતે આયોજન કરાયું છે. ૧૨ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓની મુલાકાત ઉપરાંત રાજ યોગ વિશે પ્રદર્શન તેમજ માહિતી અપાશે. વધુમાં, મેડિટેશન ટેસ્ટર સેશન્સ પણ રાખેલ છે. તમામને મફત પ્રવેશ. સંપર્ક. 020 8727 3350


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter