* વિલ્સડન સ્વામીનારાયણ મંદિર, ૨૨૦-૨૨૨ વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન શકોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉત્સવ બાદ પ્રસાદીનો લાભ મળશે. મહાપ્રસાદની સેવા કલ્યાણ લક્ષ્મણભાઇ રાઘવાણી દ્વારા કરાઇ છે. સંપર્ક: શીવજીભાઇ 020 8459 4509.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૧-૧૮ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* વિખ્યાત 'યુગપુરૂષ' નાટકના શોનું આયોજન તા. ૧૯મી જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન યુકેના લંડન, અોક્ષફર્ડ, માંચેસ્ટર, બર્મિંગહામ અને લેસ્ટર ખાતે થશે. તા. ૨૦-૧-૧૮ના રોજ સાંજે ૭-૩૦ કલાકે વોટફર્ડ કોલોસીયમ ખાતે નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શીશુકુંજ 020 8381 1818.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૩-૧-૧૮ના રોજ હનુમાન ચાલિસા અને આરતી તેમજ તા. ૧૪-૧-૧૮ રવિવારના રોજ મકરસંક્રાતિ પર્વે બપોરે ૩થી મંદિરના નવા કિચન અને ડાઇનીંગ હોલનો શુભારંંભ થશે. આ પ્રસંગે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે તા. ૧૪-૧-૧૮ના રોજ રવિવારે સવારે ૯-૩૦થી બપોરના ૩ દરમિયાન ભજન - ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના પ્રયોજક ડો. ખન્ના અને પરિવાર છે. સંપર્ક: 01772 253 901.
અવસાન નોંધ
* કુમાર તરીકે જાણીતા અને લંડનમાં લગભગ ૩૮ વર્ષથી સ્થાયી થયેલ, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ સિનીયર મેનેજરશ્રી કૃષ્ણ કુમારનું ૭૨ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ શનિવાર તા. ૬-૧-૧૮ના રોજ બારનેટ હોસ્પીટલમાં દુ:ખદ દેહાવસાન થયું છે. ભારતીય વિધા ભવનની કમિટીમાં પણ સદ્ગતનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. સદ્ગતના અંતિમ સંસ્કાર રવિવાર તા. ૧૪-૧-૧૮ના રોજ સવારના ૧૦.૪૫ થી ૧૧.૩૦ સેંટ મેરીલબોન ક્રિમેટોરિયમ, ઇસ્ટ એન્ડ રોડ, લંડન N2 0RZ ખાતે કરવામાં આવશે. સંપર્ક: 07949 735 141 Email: [email protected]
* લેસ્ટર ખાતે રહેતા શ્રી ગંગદાસ રામજી ટાંકનું બુધવાર તા. ૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ દુ:ખદ નિધન થયું છે. સદ્ગતની અંતિમ ક્રિયા તા. ૧૧ના રોજ સવારે ૧૦ કલાકે ગિલરોઝ ક્રિમેટોરિયમ, Groby Road,Leicester LE3 9QG ખાતે કરવામાં આવશે. તે પૂર્વે સવારે ૮-૩૦ કલાકે તેમનો નશ્વર દેહ ઘરે 55 Roberts Road, Leicester LE4 5HG ખાતે દર્શન અર્થે લાવવામાં આવશે.
પ્રજાસત્તાક દિનના કાર્યક્રમો
આગામી તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું શાનદાર આયોજન સમગ્ર બ્રિટનમાં વિવિધ સંસ્થાઅો અને સંગઠનો દ્વારા કરવામાં આવશે. જો આપની સંસ્થા, મંદિર કે સંગઠન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેની માહિતી તા. ૨૨-૧-૧૮ પહેલા કમલ રાવને [email protected], ફેક્સ નં. 020 7749 4081 કે પોસ્ટ દ્વારા મોકલવા વિનંતી છે. જેનો સમાવેશ અમે સંસ્થા સમાચાર વિભાગમાં કરીશું.