• બ્રિટિશ ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન (અગાઉનું ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન) દ્વારા તા.૨૩.૦૭.૨૦૨૦ને ગુરુવારે બપોરે ૧ વાગે લંચ ટાઈમ ઝૂમ ઈવેન્ટ્ ‘બેગલ્સ એન્ડ સમોસાસ’ નવી સિરીઝ શરૂ થશે. તેમાં મુખ્ય અતિથિ તરીકે લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ મફત છે પરંતુ પ્રિ - રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે https://www.eventbrite.co.uk/e/bagels-and-samosas-with-lord-dolar-popat-tickets-113353352930 પર કરાવી શકાશે.
• VYO દ્વારા વીકલી ઓનલાઈન સમર વર્કશોપ્સનું આયોજન=-યુકેમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી લંડન, બાલમ, લેસ્ટર અને કોવેન્ટ્રીમાં આવેલા અમારા તમામ VYO (Vallabh Youth Organitaion) એજ્યુકેશન સેન્ટરોના વિદ્યાર્થીઓ અને ટીચરોએ સરળતાપૂર્વક રિમોટ લર્નીંગ અપનાવ્યું છે.
કોરોના મહામારી દરમિયાન સતત વિદ્યાર્થીઓને ધાર્મિક પાઠનો અભ્યાસ ચાલુ રખાયો છે. અમારું આ શૈક્ષણિક વર્ષ ઓનલાઈન VYO એજ્યુકેશન ઈવેન્ટ દ્વારા ખૂબ આનંદભર્યુ અને રોમાંચક રહ્યું. યુકેમાં મહદઅંશે વિદ્યાર્થીઓની તેમાં હાજરી રહી અને તમામ સેન્ટરો એકબીજા સાથે જોડાયેલા રહ્યા. તેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને સ્વીડનના VYO એજ્યુકેશન સેન્ટરો પણ જોડાયા હતા. આ વર્ષે પહેલી વખત આર્ટ એન્ડ ક્રાફ્ટ, લાફ્ટર યોગ, માઈન્ડફુલનેસ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે વીકલી ઓનલાઈન સમર વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક. કૃપા ઠકરાર 07585 055798 અથવા રૂપા કાકડ 07767 254165.