સંસ્થા સમાચાર - અંક ૧૧ મે ૨૦૧૯

Wednesday 08th May 2019 08:23 EDT
 

• પૂ.ગિરી બાપૂની વ્યાસપીઠે શિવમ ફાઉન્ડેશનદ્વારા આયોજીત શિવ મહાપુરાણની કથાના કાર્યક્રમો - તા.૧૧.૫.૧૯ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ અને તા.૧૨.૫.૧૯ સવારે ૯થી ૧૧.૩૦ દરમિયાન કેન્ટન હોલ, જહોનબિલામ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, વુડકોક હિલ, કેન્ટન, હેરો HA3 0PO - તા.૧૧ કથા બાદ સંગીત નાઈટ – કથા તા.૧૨.૫.૧૯થી તા.૧૮.૫.૧૯ સાંજે ૫થી ૮, ગુર્જર હિંદુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, આઈફિલ્ડ ક્રોલી RH11 0AF- ૧૭ કથા બાદ સંગીત નાઈટ

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૨.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કિર્તન, બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૬ થી રાત્રે ૮ યોગના ક્લાસ ચાલે છે. સંપર્ક. 020 8553 5471

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૧૨.૦૫.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, ક્રિકલવુડ, લંડન NW2 6QD ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ભારતીબેન અને બિપીનભાઈ કંતારીયા અન પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.૧૯થી ૨૫ મે ૨૦૧૯ બપોરે ૨.૦૦થી સાંજે ૫.૦૦ દરમિયાન સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર, ૧૦૩, ડર્હી ક્લોઝ, ચેની મેનોર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, સ્વીન્ડનSN2 2PW ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934

જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી, સારસાપુરીના કૈવલજ્ઞાન પીઠાધિશ્વર સપ્તમ કુવેરાચાર્ય પૂજ્ય આચાર્યશ્રી અવિચલદાસજીના સાનિધ્યમાં સતકૈવલ સર્કલ યુ.કે. દ્વારા રવિવાર, બીજી જૂન ૨૦૧૯ સવારે ૧૧.૦૦ વાગ્યે પરમગુરૂ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ સત્તાવીશ પાટીદાર સેન્ટર ફોર્ટી એવન્યુ, વેમ્બલી, HA9 9PE.

સતકૈવલ સર્કલ યુ.કે. દ્વારા કૈવલજ્ઞાનનો મહિમા સમજાવતો કાર્યક્રમ "ગુરૂજીની નિશ્રા" વેલ્સ ખાતેના બ્રીકન ખાતે ગુરૂવાર ૬ જૂનથી સોમવાર ૧૦ જૂન દરમિયાન પાંચ દિવસ રાખવામાં આવ્યો છે. સ્થળ: Buckland Hall, Bwich, Brecon, LD3 7JJ. વધુ વિગત માટે સંપર્ક યશવંતભાઇ 07973 408069, જયોતિન 07971 176401.

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧૯.૫.૧૯ સાંજે ૬ વાગે સંગીત કાર્યક્રમ - ‘બેસ્ટ ઓફ યંગ જનરેશન’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના મે - ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૩થી ૧૭ સાંજે ૬.૧૫ ભાસ્કર હાંડેના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન – તા. ૧૩ સાંજે ૬.૩૦ શાહીર મંદેશ ઉમપના લોકગીતો - તા.૧૪ સાંજે ૬.૩૦ પેનલ ડિસ્કશન – વિમેન લીડરશીપ એન્ડ પાવર ઈન્સ્પાયરીંગ ઈન્ડિયન વિમેન. સંપર્ક. 020 7491 3567.

ગેલેક્સી શો લંડન પ્રસ્તુત કરે છે રીતેશ મોભ, ભાવિશા ઠાકુર, યોહાના વચ્છાની, રચના પાકલ અભિનિત નાટક ‘વાઈફ is always રાઈટ’. શોની તારીખ અને સમય - તા.૧૭.૫.૧૯ રાત્રે ૮ વાગે બર્મિંગહામ પ્રગતિ મંડળ, ૧૦ સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ B11 1JP સંપર્ક. સુભાષ પટેલ - 07962 351 170 – તા.૧૯.૫.૧૯ સાંજે ૬ વાગે વુડફર્ડ બ્રીજ હાઈસ્કૂલ, સેન્ટ બાર્નાબાસ રોડ, વુડફર્ડ ગ્રીન, એસેક્સ IG8 7DQ સંપર્ક. સુભાષભાઈ - 07977 939 457


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter