સંસ્થા સમાચાર - અંક ૮ જૂન ૨૦૧૯

Wednesday 05th June 2019 06:41 EDT
 

• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. ડિનર સાંજે ૭ વાગે. વધુ માહિતી માટે સંપર્ક. ઘનશ્યામ પટેલ 07932 781 163

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના જૂન – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૮ સવારે ૧૧થી બપોરે ૫.૩૦ દરમિયાન ભજન સંમેલન, બપોરે ૧ વાગે ભોજન પ્રસાદી, બપોરે ૨ લોટી ઉત્સવ - તા.૧૩ ગાયત્રી જયંતી નિમિત્તે સવારે ૧૦.૩૦ સમૂહ આરતી બાદ ૧૦૮ ગાયત્રી મંત્ર ગાન – તા.૧૪થી તા.૧૬ વટ સાવિત્રી વ્રત, તા.૧૬ સવારે ૧૦.૩૦ પૂજા. સંપર્ક. 01772 253 901

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૯.૬.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તેમજ બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગ યોજાય છે.સંપર્ક. 020 8553 5471

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે NHSના સહયોગથી તા.૧૦.૬.૧૯ને સોમવારે સાંજે ૮થી ૯.૩૦ દરમિયાન ઓર્ગન ડોનેશન વિશે કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં અંગદાન માટે શું કરવું જોઈએ તેમજ અંગદાનની પ્રક્રિયા વિશે નિષ્ણાતો દ્વારા તેમજ વીડિયો દ્વારા માહિતી અપાશે. સંપર્ક. 020 8553 5471

સોજિત્રા સમાજ દ્વારા ‘ચરોતર પાટીદારો’ વિશેના આગામી પુસ્તક અંગે શ્રી ક્રિશ્રા હોસ્પિટલ, કરમસદના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલના મુખ્ય અતિથિપદે મિટીંગનું તા.૧૧.૬.૧૯ને મંગળવારે સાંજે ૬ વાગે સંગત સેન્ટર, સાનક્રોફ્ટ રોડ, હેરો HA1 7NS ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વેજિટેરિયન ડિનરની વ્યવસ્થા છે. સંપર્ક. પ્રિયેશ પટેલ 07944 837 147

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૯.૬.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર બલરામ તથા જયેશભાઈ પટેલ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૮.૦૬.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૦૯.૦૬.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

નારાયણ સેવા સંસ્થાન દ્વારા આચાર્ય રવિન્દ્ર કૃષ્ણજી મહારાજની વ્યાસપીઠે કથાનું તા.૧૪.૬.૧૯થી તા.૧૬.૬.૧૯ દરમિયાન હિંદુ ટેમ્પલ, ૩૬, એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ LS6 1RF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વસંત મિસ્ત્રી 7713791877

નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેકે એન્ડ કંપની સાથે બોલિવુડ ગીતોના કાર્યક્રમ ‘તેરે લિયે’નું તા.૧૫.૬.૧૯ને શનિવારે સાંજે ૮ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લેયટનE15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318

ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી જયંતી નિમિત્તે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું તા.૧૬.૬.૨૦૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર,૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193

શ્રી તારાપુર, યુકે દ્વારા સેન્ટ લ્યુક્સ હોસ્પિસ (હેરો - બ્રેન્ટ) અને ભારતની ચેરિટી સંસ્થાઓના લાભાર્થે પાંચ કિ.મીની ચેરિટી વોક તા.૨૩.૬.૧૯ને રવિવારે બપોરે ૧.૩૦ વાગે રિજન્ટ પાર્ક, ચેસ્ટર રોડ, લંડન NW1 4NR ખાતે રાખવામાં આવેલ છે. સંપર્ક. ભીરેન અમીન 07771 808 099

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે કાદિર અલી બેગ થિયેટર ફાઉન્ડેશન દ્વારા તા.૧૪.૬.૧૯ સાંજે ૬.૩૦થી ૭.૩૦ ‘કલી - દિલોં કે શહઝાદા’ અને સાંજે ૮.૩૦થી ૯.૩૦ ‘અન્ડર એન ઓક ટ્રી’ નાટકનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂન -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૧ સાંજે ૬.૩૦ બુક લોંચ મોનિકા શર્માનું - ‘પરદેશો કે સફર મેં’ - તા.૧૨ સાંજે ૬.૩૦ ભાસ્કર દાસનું વાંસળી વાદન તા.૧૪ સાંજે ૬.૩૦ સુમિત પાંડે દ્વારા દરભંગા ઘરાનાનું ધ્રુપદ. સંપર્ક. 020 7491 3567




to the free, weekly Gujarat Samachar email newsletter