સંસ્થા સમાચાર - અંક ૧૫ જૂન ૨૦૧૯

Wednesday 12th June 2019 06:28 EDT
 

• શ્રી શ્રીનાથજી હવેલીપુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા.૧૪.૬.૧૯થી તા.૧૬.૬.૧૯ સાંજે ૪થી ૬.૩૦ દરમિયાન ત્રિદિવસીય સત્સંગ સત્રમાં પૂ.અક્ષયકુમારજીના મુખે ‘વલ્લભ ચરિત્ર’ રસપાનનું આયોજન કરાયું છે. પ્રવચન પછી આરતી અને પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8902 8885

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતે રવિવાર તા.૧૬.૬.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગ તેમજ શુક્રવાર તા. ૨૧.૬.૧૯ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન યોગ દિવસ નિમિત્તે યોગ સત્રનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ દરમિયાન યોગ, સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ રાત્રે ૮ થી ૯ એડલ્ટ શાખા ચાલે છે. સંપર્ક. 020 8553 5471

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૧૬.૬.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સરસ્વ. ભરતભાઈ અંબાલાલ મિસ્ત્રી પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૫.૦૬.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૧૬.૦૬.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

નારાયણ સેવા સંસ્થાન દ્વારા આચાર્ય રવિન્દ્ર કૃષ્ણજી મહારાજની વ્યાસપીઠે કથાનું તા.૨૧.૬.૧૯થી તા.૨૩.૬.૧૯ દરમિયાન સ્લાઉ હિંદુ ટેમ્પલ, Keel Dr, સ્લાઉ SL1 2XU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સરલા કક્કડ 7795 190 728

શ્રીજીધામ હવેલી, લેસ્ટર, ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં ‘મંગલમય રસરાજ મહોત્સવ’નું તા.૨૧.૬.૧૯થી૨૩.૬.૧૯ બપોરે ૪થી સાંજે ૬.૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજ દરબાર શયન, યમુનાલહેરી શયન, ફલનિકુંજ રાજભોગ અને ગીરીરાજજી શયનના મનોરથ પણ થશે. તા.૨૧ સાંજે ૮.૩૦થી ૯.૩૦ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને તા. ૨૨ રાત્રે ૮.૩૦થી ૯.૩૦ રાસ ગરબા થશે. સંપર્ક. 01162 122 827

દત્ત સહજ યોગા મીશન (યુ.કે) દ્વારા ઇન્ટરનેશનલ યોગા ડે નું આયોજન રવિવાર ૨૩ જુન ૨૦૧૯ના રોજ સવારના ૧૦ થી બપોરના ૨ સુધી The Archbishop Lanfrance Academy. Micham Road, Croydon, CR9 3AS ખાતે કરવામાં આવ્યું છે. પ્રવેશ ફી નથી. સંપર્ક: 07825 704 420 www.dsym.co.uk

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ ૨૬ બી, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RJ દ્વારા તા.૨૧.૬.૧૯ સાંજે ૬.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ની ઉજવણીનું આયોજન કરાયું છે. સાદા વેજિટેબલ ડિનરની વ્યવસ્થા છે. સંપર્ક. પ્રવીણ અમીન 07967 013 871

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂન – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૧થી ૨૩ સાંજે ૬.૩૦ ભરતનાટ્યમ વર્કશોપ – તા.૨૧ સાંજે ૭થી ૯.૩૦ પરંપરા - હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત - તા.૨૨થી ૩૦ સાંજે એક્ઝિબિશન – હેન્ડીક્રાફ્ટ હેરીટેજ તા.૨૨ સાંજે ૬.૩૦ ગીતો - નૃત્ય કાર્યક્રમ - ‘લાલન ફકીર ઓ રબિ ઠાકુર અને ચાંડાલિકા’ સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂન -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૭થી ૨૧ સાંજે ૬.૧૫ ફોટોગ્રાફી પ્રદર્શન - ‘વારાણસી - એન અનફરગેટેબલ જર્ની ’ - તા.૧૭ સાંજે ૬.૩૦ ‘એન એડિયન્સ વીથ અમિતકુમાર’ – તા.૧૮ ‘ટોક- શ્રી એમ - માઈન્ડ વિધાઉટ ફ્રન્ટીયર્સ’ – તા.૧૯ સાંજે ૬.૩૦ પોએટ્રી એન્ડ મ્યુઝિક - ‘બાબા બુલ્લે શાહનું જીવન – લેખન’ - તા.૨૧ સાંજે ૬.૩૦ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ‘યોગ સિમ્પોઝિયમ – ૨૦૧૯’. સંપર્ક. 020 7491 3567.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter