• શ્રી વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી ૧૩થી ૨૧ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન શ્રી હરિકૃષ્ણ મહોત્સવ ઉજવાશે. તે દરમિયાન રિજનરેશન પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી ૫૦ જેટલાં સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે. વધુ માહિતી આવતા સપ્તાહે.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૩૦.૬.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નીતાબેન મોરચંદાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૯.૦૬.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૩૦.૦૬.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા જૂલાઈ - ૨૦૧૯ના કાર્યક્રમો - ભજન અને સત્સંગ તા.૪ સવારે ૧૧થી બપોરે ૧, સ્થળ – શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર, ૫૪૧ એ, વોરવિક રોડ, ટીસેલી, બર્મિંગહામ B11 2JP – ભજન અને સત્સંગ તા.૬ સાંજે ૫ થી ૭, શ્રી રામ મંદિર, ફોર્ડ સ્ટ્રીટ, વોલસોલ SW2 9BW. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07404 564 196
• ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE) તેમજ ગેરાથ થોમસ MP અને લોર્ડ બિલીમોરીયાના સંયુક્ત ઉપક્રમે ઝોરોસ્ટ્રીયન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી તેમજ ગાંધીજીના પારસીઓ સાથેના સંબંધો વિશે કાર્યક્રમનું તા.૮.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૬ દરમિયાન કમિટી રૂમ નં.૧, હાઉસ ઓફ લોર્ડ્સ, વેસ્ટમિન્સસ્ટર, લંડન SW1AA 0AA ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ તેમજ વિશેષ મહેમાન વક્તા તરીકે લોર્ડ પારેખ ઉપસ્થિત રહેશે. સંપર્ક. 020 8866 0765
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂન – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૮ બપોરે ૪થી સાંજે ૬ દેવી નીતીયારનું કર્ણાટકી ગાયન – તા.૩૦ સુધી સાંજે ૬.૩૦ હેન્ડીક્રાફ્ટેડ હેરિટેજ – ભારતની હાથવણાટની કાપડની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂન -૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૨૮ સુધી સાંજે ૬.૧૫ ફોટોગ્રાફી પ્રદર્શન - ‘અનટાઈટલ્ડ (મીડનાઈટ) ૨૦૧૯ - તા.૨૮ સાંજે ૬.૩૦ અપર્ણાનું ભરત નાટ્યમ. સંપર્ક. 020 7491 3567