• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૨૫.૮.૧૯થી તા.૧.૯.૧૯ સાંજે પથી ૮ દરમિયાન પ્રજાપતિ હોલ લેસ્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૨૬ અને ૩૧ ઓગસ્ટના રોજ રાખેલ છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા.૨૪.૮.૧૯ને શનિવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કરાયું છે. અન્નકૂટ દર્શન સવારે ૯થી રાત્રે ૮, ઉત્સવ સભા સાંજે ૬.૩૦થી ૮.૩૦, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આરતી રાત્રે ૮.૩૦ સંપર્ક. 020 8965 2651
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (I.S.S.O) ૭૨, કોલ્મેર રોડ, સ્ટ્રેધામ, લંડન SW16 5JZ ખાતેના ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - ૨૪મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સ્વામી અનુપમસ્વામીના વક્તાપદે શ્રીમદ ભાગવત પારાયણનું તા.૨૫થી તા.૩૧ સવારે ૧૦થી ૧૨.૩૦ અને સાંજે ૪થી ૬.૩૦, મહાપ્રસાદ બપોરે ૧ તથા સાંજે ૭ વાગે - તા.૨૬ સવારે ૯ વાગે સ્વામીનારાયણ ભગવાનનો મહાભિષેક - તા.૨૪ સાંજે ૭ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ - તા.૨૫ સવારે ૧૧થી ફેમિલી ફનડે સંપર્ક. 020 8679 8050
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૪.૦૮.૧૯ બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા, રાત્રે ૯.૩૦થી જન્માષ્ટમીની ઉજવણી - રવિવાર તા. ૧૮.૦૮.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ – શુક્રવાર તા.૩૦.૮.૧૯ સાંજે ૫ સમુહ મહારુદ્રાભિષેક. સંપર્ક. 07882 253 540
• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 કલ્પેશભાઈ પટેલ 020 7733 9467
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૫.૮.૧૯થી તા. ૨૮.૮.૧૯ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ભારતથી પધારેલા પૂ. સાધ્વી સરસ્વતીજીના પ્રવચનનું આયોજન કરાયું છે. આરતી બાદ પ્રસાદની વ્યવસ્થા છે.સંપર્ક. 020 8553 5471
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૭.૯.૧૯ને શનિવારથી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકોને તેનાથી કેવી રીતે સલામત રાખવા તેની માતાઓને મફત ટ્રેનિંગના છ વીકના (દર શનિવાર) ‘મધર્સ સેફગાર્ડિંગ ચેમ્પિયન્સ’ કોર્સનું આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક. જાવેરિયા કોલરીજ 07943 936 125
• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા આધ્યાત્મિકતા વિશે વક્તા સિસ્ટર ઈન્દુના પ્રવચનનું તા.૨૫.૮.૨૦૧૯ને રવિવારે સાંજે ૬.૩૦ વાગે હેરોલ્ડ રોડ સેન્ટર, ૧૭૦, હેરોલ્ડ રોડ, લંડન E13 0SE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8471 0083
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓગસ્ટ -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૭ સાંજે ૬.૩૦ મનુરેખા ઘોષનું કથક – તા.૨૮ સાંજે ૬.૩૦ કમલા માર્કંડેયના પુસ્તક ‘ધ નોવ્હેર મેન’નું લોંચીંગ – તા.૩૦ સાંજે ૬.૩૦ આઈડિયલ સેન્ટ્રીસીટી વિષય પર પ્રવચન સંપર્ક. 020 7491 3567
• સંજય ગોરડિયા પ્રોડક્શન્સ પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત વિનોદ સાવરીયા લિખિત તથા સંજય ગોરડિયા અભિનિત કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના ઓગસ્ટ – ૨૦૧૯ના શોઝ – તા.૨૯ ગુરુવાર રાત્રે ૮ વિન્સટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. સુધાબેન 07956 815 101 – તા. ૩૦ શુક્રવાર રાત્રે ૮ પીપુલ એન્ટરપ્રાઈઝ લેસ્ટર સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 – તા. ૩૧ શનિવાર રાત્રે ૮ ઓએસીસ એકેડમી, શર્લી રોડ, ક્રોયડન સંપર્ક. રમાબેન 07883 944 264
• લંડનમાં કાઈટ ફેસ્ટિવલ અને હોમલેસ લોકો માટે ક્લોથ કલેક્શન - ભાદરણ બંધુ સમાજ યુકે દ્વારા લંડનમાં ફેમિલી પિકનિક, કાઈટ ફેસ્ટિવલ તેમજ હોમલેસ લોકો માટે ક્લોથ કલેક્શનનું તા.૨૬.૮.૧૯ને સોમવારે બપોરે ૧થી સાંજે ૭.૩૦ દરમિયાન કિંગ્સબરી હાઈસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9JR ખાતે આયોજન કરાયું છે. આ ઈવેન્ટમાં ફ્રી સ્ટોલ બુકિંગ, પે બાર ફેસિલીટી (આલ્કોહોલ માટે) તેમજ ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં, ઈવેન્ટના સ્થળે ભારતના પતંગ અને દોરી વેચાતા મળશે. તે ઉપરાંત, સ્ટાર્ટર, મેઈન કોર્સ વેજિટેરિયન ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ મફત મળશે.
તો આવો ફેમિલી ફન ડે - પિકનિક મનાવો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વ્યક્તિ દીઠ ટિકિટ માત્ર £12.00 છે.
હોમલેસ લોકોને આપવા માટે તમારે જરૂરી ન હોય તેવા ધોયેલા કપડા, સ્લિપિંગ બેગ, બ્લેન્કેટ વગેરે સ્વીકારવામાં આવશે.
સંપર્ક. નિરુપા 07804 492 576 અથવા જુઓ જાહેરાત પાન નં ૬