સરદાર નિર્વાણ દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ

Wednesday 27th November 2019 05:19 EST
 
 

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક) શ્રી રોહિતભાઈ વઢવાણા મુખ્ય વક્તાપદેથી ચાવીરૂપ વક્તવ્ય આપશે. કાર્યક્રમનો પ્રારંભ બપોરે ૪ વાગે ભજનથી થશે. ૪.૩૦થી ૫.૩૦ વક્તાઓના પ્રવચન, ૫.૩૦થી ૬.૦૦ ભજન અને ૬ વાગે ડીનરની વ્યવસ્થા છે.

કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ છે. જોકે, કાર્યક્રમમાં હાજરી આપવા વિશે આપનું લેખિત કન્ફર્મેશન જરૂરી છે. આ માટે સી બી પટેલને તેમના ઈમેલ આઈડી cb.patel @ abplgroup.com પર વહેલી તકે જાણ કરવા વિનંતી.

તારીખ – ૧૫.૧૨.૨૦૧૯ રવિવાર

સમય - બપોરે ૪ વાગે

સ્થળ - સંગત સેન્ટર, સાનક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter