બ્રિટનના આર્થિક અને સામાજીક ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય સમુદાયની વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોની સફળતા અને અદકેરા યોગદાનની તસવીરસહ વિશેષ માહિતી રજૂ કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' ટૂંક સમયમાં જ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.
બ્રિટનમાં સૌથી મોટી વંશીય લઘુમતી ગણાતા અને ૧૮ લાખની વસતી ધરાવતા આપણા ભારતીય જનસમુદાયમાં ગુજરાતીઓ અને પંજાબી સમુદાયના લોકો ભારતીય ડાયસ્પોરામાં સૌથી મોટું જૂથો છે. આપણા ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓને જાળવી રાખવા માટે આપણી ધાર્મિક, સખાવતી અને સામાજીક સંસ્થાઅોએ ખૂબજ જહેમત ઉઠાવી છે. આજે આ દેશમાં આપણે શિક્ષણ, વેપાર, વ્યવસાય કે ઉદ્યોગ ક્ષેત્રે જે સિધ્ધી અને સફળતા મેળવી છે અને હાલમાં જે મીઠા ફળ ભોગવી રહ્યા છીએ તે માટે આજથી ૫૦-૬૦ વર્ષ પહેલા આપણા વડિલોએ ઉઠાવેલી મહેનત અને જહેમત જવાબદાર છે.
અોક્ટોબર ૨૦૧૬માં પ્રસિધ્ધ કરાયેલા 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' વિશેષાંકને ખૂબજ સુંદર સફળતા સાંપડી હતી અને વાચક મિત્રો, વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅોએ વિશેષાંક વાંચી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આપણી વિવિધ સામુદાયિક અને ધાર્મિક સંસ્થાઓમાં ખાસ કરીને યુવાન પેઢીનું નેતૃત્વ ઝળકી ઉઠે અને નવયુવાનોમાં આપણા ધર્મ, સમાજ અને સંસ્કાર અંગે જાગૃતિ લાવવા માટે અમે આ 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' વિશેષાંક આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. બ્રિટીશ ભારતીય સમુદાયની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પરંપરાગત ઓળખ રજૂ કરતી મહત્વપૂર્ણ અને તસવીરસહ માહિતીનો આ વિશેષાંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશેષાંકમાં નોંધપાત્ર ધાર્મિક – સામાજીક અને સખાવતી સંસ્થાઅોના ઇતિહાસ અને સફળતા વિષે રસપ્રદ માહિતી અને વિશિષ્ટ મુલાકાતો રજૂ કરાશે.
આપણી ધાર્મિક, સામાજીક અને સખાવતી સંસ્થાઓ, તેના સ્થાપકો અને સભ્યોની અવર્ણનીય સેવાઓની માહિતી, તેમના ઇતિહાસ, ધ્યેય, દ્રષ્ટિ અને પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવા અને તેમની સિધ્ધીઅોની સરાહના કરવામાં આવશે. એ-ફોર સાઇઝના ગ્લોસી પેપર પર પ્રકાશીત થનાર આ વિશેષ મેગેઝિન માટેના તમામ લેખો અને માહિતી બ્રિટિશ એશિયન સમુદાયના જાણીતા અગ્રણીઅો દ્વારા તૈયાર થઇ રહી છે.
આ વિશેષાંક માટે આપ સૌનો સહયોગ ખૂબજ મહત્વપૂર્ણ છે. અમે વિવિધ સમુદાય અને સંગઠનોની માહિતી રજૂ કરવા પ્રયત્નશીલ છીએ અને આશા રાખીએ છીએ કે આપને પણ પોતાનું મૂલ્યવાન યોગદાન આપવા નમ્ર વિનંતી છે.
જો આપ પણ આ અનન્ય અને સ્મૃતિચિહ્ન સમાન બની રહેનાર વિશેષાંકમાં આપની સંસ્થાની માહિતી, ઇતિહાસ કે દાન માટેની અપીલ, જાહેરાત કે અન્ય માહિતી પ્રસિધ્ધ કરવા માંગતા હો તો આજે જ અમને ફોન, ઇમેઇલ કે ફેક્સ દ્વારા મોકલી આપો.
વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો: કોકિલાબેન પટેલ 07875 229 177 ઇમેઇલ [email protected] અથવા કમલ રાવ 07875 229 211 ઇમેઇલ [email protected]