લંડનઃ ધર્મના નામે ચાલતા ધતિંગ સામે સામે અવાજ ઉઠાવનાર પંકજ ત્રિવેદીને અંજલિ આપવા સોમવારે લંડનમાં ઓનલાઇન પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરનાર વિનુભાઇ સચાણીયાએ જણાવ્યું હતું કે ૧૫મી જૂન એટલે એક વીર પંકજ ત્રિવેદીનો શહાદત દિન. સ્વાધ્યાય પરિવારના કચ્છ ૨૦૦૧ના દાન ભ્રષ્ટાચાર, અમદાવાદ ભાવનિર્જરના મંદિરના દરવાજા પ્રજા માટે કાયમી ધોરણે ખોલવા, અંધ અનુયાયીઓને માફિયા બનાવીને ગુનાહીત કૃત્યો માટે પ્રેરવા સહિતના મુદ્દે જોરદાર વિરોધ કરનાર અને સુપ્રીમ કોર્ટ સુધી જીતી જનાર પંકજ ત્રિવેદીની અમદાવાદમાં દગાથી હત્યા થઈ હતી.
સ્વ. પંકજભાઇની પૂણ્યતિથિ નિમીતે વિનુભાઇ દર વર્ષે ૧૫ જૂને લંડનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરે છે. જોકે આ વખતે કોરોના મહામારીના કારણે ઓનલાઇન શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. યુટયુબના માધ્યમથી યોજાયેલી આ ઓનલાઇન સભામાં વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખર ચિંતક-લેખક-વક્તા પદ્મશ્રી ગુણવંતભાઈ શાહે ગુજરાતના વડોદરાથી આ શ્રદ્ધાંજલિ સભાને સંબોધીને પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા. શ્રી ગુણવંતભાઈએ પોતાના વક્તવ્યમાં દુનિયાભરના જૂના સ્વાધયાયીઓની સાથે સાથે સી. બી. પટેલ, લોર્ડ ભિખુ પારેખ વગેરેને પણ યાદ કરયા હતા.
શ્રદ્ધાંજલિ સભા આપ આ યુટયૂબ લિંક મારફતે નિહાળી શકશો.
https://bit.ly/2C7c27q અને https://bit.ly/3hzeBiY