BAPS સ્વામીનારાયણ સ્કૂલ, લંડનના વિદ્યાર્થી જય પટેલે તા. ૧૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ હાઉસ અોફ કોમન્સના ચેમ્બરમાં સ્પીકર જોહ્ન બાર્કો સમક્ષ યુકે યુથ પાર્લામેન્ટના કાર્યક્રમમાં ઇક્વલ રાઇટ્સ અને LBGTQપર પ્રવચન આપ્યું હતું. જેની સ્પીકર જોહ્ન બાર્કો અભીભૂત થઇ ગયા હતા અને જય પટેલ સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું હતું. ચેમ્બરમાં ઉપસ્થિત સૌ ઉપર જય પટેલના પ્રવચનની ઘેરી છાપ પડી હતી.
સ્વામિનારાયણ સ્કૂલના અપર સીક્સ ફોર્મના વિદ્યાર્થી જય પટેલે ૨૦૧૬માં GCSEમાં ૧૧ A* અને ૩ A મેળવ્યા હતા. જય અત્યારે બ્રેન્ટ યુથ પાર્લામેન્ટનો સદસ્ય છે. જય પટેલ અત્યારે ઇંગ્લીશ, હિસ્ટ્રી અને મેથેમેટીક્સનો અભ્યાસ કરે છે અને તે હેડ બોય છે. તેણે ડ્યુક અોફ એડિનબરા સિલ્વર એવોર્ડ પણ ૨૦૧૬માં મેળવ્યો હતો અને અોક્સફર્ડ યુનિવર્સીટીમાં પોલિટીક્સ, ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અભ્યાસ કરવા માંગે છે. ગત સમરમાં તેણે મડાગાસ્કરમાં ઇકોલોજીકલ પ્રોજેક્ટમાં સેવા આપી હતી.