હે ચાલો....... આનંદ મેળામાં......

શોપીંગ, મનોરંજન, આરોગ્ય, પ્રોપર્ટી અને મેળાની મોજ એટલે આનંદ મેળો

- કમલ રાવ Tuesday 05th June 2018 12:26 EDT
 

આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત સફળતાપૂર્વક યોજવામાં આવતો 'આનંદ મેલા' આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે યોજાનાર છે.

જેમાં મેડિટોરીયા ગૃપ દ્વારા 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો', 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો', કોલી'સ કિચનની મનભાવન સ્વાદિષ્ટ વાનગીઅો, ઘર સજાવટની વસ્તુઅો, સાડી-ડ્રેસ, ચણીયા ચોળી, ડ્રેસ, કપડા, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, જ્વેલરી, મહેંદી, કપડા, પેક ફરસાણ, નાસ્તા, ટ્રાવેલ અને ટૂરીઝમ, ફાઇનાન્સ-બેન્કિંગ અને ઇન્સ્યુરંશ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફોટો સ્ટુડીઅો, ફાર્મસી સહિત વિવિધ ક્ષેત્રના સ્ટોલ પરથી સેવા અને પ્રોડક્ટની ખરીદીનો અનંદ માણવા મળશે. સર્વે વાચકો, સંસ્થાઅો, મંદિરો, ક્લબોના અગ્રણીઅોને અગાઉની જેમ કોચ – કાર – મિની બસ લઇને આનંદ મેળામાં મોટી સંખ્યામાં પધારવા ભાવભીનું નિમંત્રણ છે.

સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોનું સન્માન

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આ વર્ષે આનંદ મેળામાં પોતાના સભ્યો અને સમાજ માટે વિશેષ કામગીરી કરતી સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોના હોદ્દેદારો અને કમિટી મેમ્બર્સનું આનંદ મેલાના મંચ પરથી શનિવાર અને રવિવારના રોજ બપોરે ૨ થી ૨-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૪ બન્ને દિવસ દરમિયાન સન્માન કરવામાં આવશે. આ સન્માન માટે અમને ખૂબજ સુંદર પ્રતિભાવ સાંપડ્યો છે.

મનોરંજનનો મહાસાગર આનંદ મેલા

દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ મેળામાં આપને બ્રિટનના લોકપ્રિય અને વિખ્યાત કલાકારોના મનોરંજનનો લાભ પણ મળશે. જેમાં વિખ્યાત ગાયક કલાકારો નવિન કુંદ્રા, દક્ષિણાયાન કિડ્ઝ, કિશન અમીન, રેનીયા સુમધુર ગીતો રજૂ કરશે. જ્યારે એકે ડાન્સ એકેડેમી, આહના ડાન્સ, અલકનંદા મોહાપાત્રા, ધૃમલ શાહ, બોલી ફ્યુઝન ગૃપ, શ્રી બી ડાન્સ એકેડેમી, પાયલ બાસુ ચેટર્જી, LSU પર્મફોર્મન્સ, મીરાઝ ડાન્સ એકેડેમી અને અન્ય ગૃપ નૃત્યો રજૂ કરશે.

'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો

આ વર્ષે આનંદ મેળામાં ભારતની વિવિધ જાણીતી અને અગ્રણી હોસ્પિટલ અને ગૃપ જેવા કે એપોલો હોસ્પિટલ ગ્રુપ, ફોર્ટિસ જે.કે. હોસ્પિટલ ઉદયપુર, નોવા આઇવીવી આઇવીએફ સેન્ટરના તજજ્ઞો અને નિષ્ણાંતો ભાગ લેશે અને વિવિધ બીમારીઅો અંગે પ્રશ્નોના ઉત્તર તેમજ માર્ગદર્શન આપશે. આમ આપ પોતાના આરોગ્યને લગતા આપને મુંઝવતા પ્રશ્નોની માહિતી અને તેના સંભવિત ઇલાજ અંગે માહિતી મેળવી શકશો.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો

ભારતના મુંબઇ, ગોવા, પૂણે, ચેન્નઇ, હૈદ્રાબાદ અને બેંગ્લુરૂમાં પોતાનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે આ વર્ષે આનંદ મેળામાં 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવનો ઇમેઇલ [email protected] / 07875 229 211.

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177.

કિશોરભાઇ પરમાર [email protected] / 07875 229 088.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter