હે હાલોને... 'આનંદ મેળા'માં જઇએ : તા. ૧૭ - ૧૮ જૂન ૨૦૧૭ દરમિયાન હેરો લેઝર સેન્ટરમાં શાનદાર આયોજન

સાતમા 'આનંદ મેળા'માં મનોરંજનનો મહાસાગર - ખાણીપીણી અને શોપીંગની મઝા માણો

Thursday 20th April 2017 08:06 EDT
 
 

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તી માટે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

ગીત-સંગીત-નૃત્ય-મનોરંજનનો મહાસાગર

સૌથી વધુ લોકપ્રિય એવા આનંદ મેળામાં હંમેશની જેમ આ વર્ષે પણ ગીત, સંગીત અને નૃત્યોથી ભરચક કાર્યક્રમો રજૂ થશે. આનંદ મેળાના સૌથી લોકપ્રિય અને સૌનું આકર્ષણ બનતા આ મનોરંજક કાર્યક્રમોમાં આ વખતે નાનકડા બાળ કલાકારોના નૃત્યો, કથક નૃત્ય, વિખ્યાત ગાયક કલકારોના બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે ફરી એક વખત 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. જેમાં ભારતની વિખ્યાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વિશ્વસ્તરની આધુનિક સુખ-સગવડો અને અદ્યતન મશીનરી સાથેની હોસ્પિટલોમાં ત્વરીત અને સુયોગ્ય સારવાર કિફાયતી ભાવે મળી રહે છે.

ખાણી-પીણી અને શોપીંગ

આપણે ભારતીયો હંમેશા અવનવા અને ચટપટા નાસ્તા, પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરેની મોજ માણવા માટે જાણીતા છીએ. આ વખતે આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો"ની પસંદગી કરવામાં આવી છે. જેઅો ફરી ફરીને ખાવાનું મન થાય તેવી ભારતીય વાનગીઅો અને વ્યંજનો વ્યાજબી ભાવે રજૂ કરશે. આપને કઇ કઇ વાનગીઅોનો આસ્વાદ માણવા મળશે તેની માહિતી માટે આગામી સપ્તાહનું 'ગુજરાત સમાચાર' જુઅો. આપ આનંદ મેળામાં ખાણી-પીણી ઉપરાંત ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી તેમજ વિવિધ ચીજ વસ્તુઅોનું શોપીંગ કરી શકશો. 'આનંદ મેળા'માં બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો લઇ શકાશે.

આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોના કલ્યાણનું કાર્ય કરતી સંસ્થા 'હોપ ફોર ચિલ્ડ્રન' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ ''હોપ ફોર ચિલ્ડ્રન''ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, ખાણી-પીણી, કેટરીંગ, નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને આપ નવા ગ્રાહકો મેળવી શકશો અને આપના વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.જૂજ સ્ટોલ જ બાકી રહ્યા હોવાથી પસ્તાવુ ન પડે તે માટે આજે જ આપનો સ્ટોલ બુક કરાવો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter