આપ સૌ આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા છો તે આનંદ મેળાના દિવસો નજીક આવી રહ્યા છે. ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજનના મહાસાગરને માણવા, અવનવી ચીજવસ્તુઅોનું શોપીંગ કરવા તેમજ દિલ્હી અોન ધ ગોની ખાણીપીણીની મોજ માણવાની તૈયારીઅો આપ સૌએ મિત્રો અને પરિવારજનો સાથે કરી લીધી હશે. આનંદ મેળો એટલે ખાણી-પીણી, આનંદ પ્રમોદ, મનોરંજન અને મોજમજા કરવાનું સ્થળ. ઘરની અને નોકરી - ધંધાની ચિંતા કોરાણે મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ એટલે આનંદ મેળો. માટે જ તો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા દર વર્ષે થતો આનંદ મેળો બ્રિટનમાં થતાં બધા એશિયન મેળાઅોમાં પહેલા નંબરે આવે છે.
યુકેવાસી એશિયન પરિવારોની પહેલી પસંદ એવા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે.
"દિલ્હી અોન ધ ગો" દ્વારા સ્વાદિષ્ટ અને મજેદાર વાનગીઅો
આ વખતે આનંદ મેળામાં લંડનની વિખ્યાત કેટરીંગ કંપની "દિલ્હી અોન ધ ગો" દ્વારા સ્વાદિષ્ટ અને મજેદાર ચના મસાલા, શાહી પનીર, તરકા દાલ, રાઇસ, રોટી, પાવ ભાજી, વડા પાવ, ફરસાણમાં સમોસા, મેથી ગોટા, મસાલા મોગો, પાપડીનો લોટ, ચાટમાં ભેલપુરી, આલુ ટીક્કી ચાટ, પાપડીના લોટ અને મિઠાઇમાં ગુલાબ જાંબુ, ફાલુદો અને આઇસ ક્રિમ મળશે. આપ સૌના સ્વાદ અને મુડને લક્ષમાં લઇને દિલ્હી અોન ધ ગોના સંચાલકો રાજેશભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ અને શેફ નિક શર્મા અને સાથીઅોએ વિશેષ તૈયારીઅો કરી છે.
મનોરંજનનો મહાસાગર
આનંદ મેળાનું બીજુ આગવું પાસુ છે આપણા સમાજની નિખરી રહેલી પ્રતિભાઅો, કલાકારોને તેમની કલા અને કસબ બતાવવા માટે પ્રોત્સાહન આપવાનું. આનંદ મેળો નૃત્ય, ગીત, સંગીતના મનોરંજક કાર્યક્રમો માટે વિખ્યાત છે. બ્રિટનના જાણીતા ગાયક કલાકાર નવિન કુંદ્રા, કિશન અમીન, ૮ વર્ષના યુવાન ગાયક કલાકાર રેનીયા બેનર્જી, ૧૧ અને ૧૨ વર્ષના કલાકારો શ્રેયા અને વેદાંત તેમજ ૧૩ વર્ષના યક્ષ રાવલ, બિલેતે બેંગોલી ગૃપ અને લંડન શરદ ગૃપ દ્વારા સુમધુર ગીતો રજૂ કરાશે. અંશમિતા સહા કથક નૃત્ય, સંગીતા નાયક અને પ્રિયદર્શીની પાંડા અોડીસી નૃત્ય, પાયલ બાસુ અને ગૃપ ઇસ્ટ વેસ્ટ ફ્યુઝન નૃત્ય, કુંતલ ગૃપ બોલીવુડ ડાન્સ, આહના અને શિવાંગી દ્વારા નૃત્ય રજૂ થશે. તો યુકેના સૌથી યુવાન યોગ ચેમ્પીયન ઇશ્વર શર્મા યોગના આસનો રજૂ કરશે. યુરોપના લત્તાજી તરીકેની ઉપમા મેળવનાર અોસ્ટ્રીઆના યુરોપીયન પ્રજ્ઞાચક્ષુ બહેન એન્ડ્રીઆના સુમધુર અવાજમાં હિન્દી ફીલ્મી ગીતો રજૂ કરશે. ભારતથી પધારેલા જાણીતા કલાકાર વિનોદભાઇ પટેલ ગુજરાતી લોકગીતો રજૂ કરશે.
સેવા અને સખાવતની સુવાસ
સાતમા આનંદ મેળામાં બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ "હોપ ફોર ચિલડ્રન"ને સુપ્રત કરવામાં આવશે જેથી તે રકમ કોઇના લાડકવાયા બાળકના ભાવિને ઘડી શકે અને તે બાળક ભણીગણીને જવાબદાર નાગરીક બની શકે. "હોપ ફોર ચિલડ્રન"ની વધુ માહિતી આપને www.hope-for-children.org પરથી મળી રહેશે.
આરોગ્યની જાળવણી માટે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'
આનંદ મેળામાં આપ સૌની તંદુરસ્તીની જાળવણી અને સુખાકારી માટે આ વર્ષે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'માં ભારતની અગ્રણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે. જેઅો આપ સૌને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે.
આવો સાથે મળીને વેપાર ધંધાનો વિકાસ કરીએ
આનંદ મેળાના આયોજન પાછળનો હેતુ ઘરે રહીને કે નાનકડી દુકાન કરીને કે પછી નાના મોટા વેપારીઅોને પ્રોત્સાહન મળે, તેમને વેપારમાં મદદ થાય તેવો છે. અમે એન્ટ્રપ્રેન્યોર્સને તેમના વેપારના પ્રસાર માટે માર્કેટીંગમાં મદદરૂપ થવા માંગીએ છીએ. જો તમે પ્રોપર્ટી, ઇન્સ્યુરંશ, બેંકિંગ, સર્વિસ સેક્ટર, શણગાર, મહેંદી, ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅો, સાડી-જવેલરી, કપડા, પેક ફરસાણ, નાસ્તા અને અહિં ન જણાવી હોય તેવી ચીજ – વસ્તુનો વેપાર કરતા હો કે સેવા આપતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ ઉત્તમ તક છે. આનંદ મેળામાં સ્ટોલ રાખીને તમે વેચાણ કરીને ફાયદો તો મેળવો જ છો સાથે સાથે જાહેરાત કરવાની પણ તક મળે છે. આનંદ મેળા દ્વારા તમે વિશાળ સમુદાય સુધી પહોંચી શકશો. સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા આનંદ મેળામાં હવે થોડાક જ સ્ટોલ બાકી રહ્યા છે તેથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.