ઉજ્જૈનઃ જાણીતા લોકગાયક હેમંત ચૌહાણે ૩૮ વર્ષથી સંગીત ક્ષેત્રે આપેલા યોગદાન બદલ વર્લ્ડ બુક ઓફ એવોર્ડ દ્વારા તેમને વિશેષ સન્માન સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. લોકસાહિત્યને જીવંત રાખવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા ૩૮ વર્ષમાં તેમણે ૮,૦૨૮ જેટલા લોકગીત, ભક્તિગીત અને ગીતો ગાયા હતા. તેઓ ગાયકની સાથે સારા લેખક પણ છે. ભજન, ભક્તિ અને ગરબા તેમજ લોક સંસ્કૃતિને લગતા અસંખ્ય ગીતો ગાનારા હેમંત ચૌહાણને ૨૦૧૧માં એકેડેમી રત્ન એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં ઉજ્જૈનમાં યોજાયેલા કાર્યક્રમમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આઈપીએસ ડો. આશા મીશ્રા માથુર, આઈજી મધુકરની ઉપસ્થિતિમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રમુખ સંતોષ શુક્લના હસ્તે આ સન્માન પ્રમાણપત્ર અપાયું હતું.