હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે. વોલફિન્ચ હોમ કેર સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર અને રજિસ્ટર્ડ મેનેજર શિલ્પી વર્મા કહે છે કે અમારા કેટલાંક ક્લાયન્ટે પૂછ્યું હતું કે શું અમે તેમને યોગનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવી શકીએ? હું છેલ્લા 12 વર્ષથી યોગ કરું છું તેથી મેં મારા યોગ શિક્ષકને વિનંતી કરી કે શુ તેઓ અમારા ક્લાયન્ટને ઓનલાઇન યોગ શિક્ષણ આપી શકશે? તેણી સંમત થયાં અને હવે તેઓ દર સપ્તાહે અમારા ક્લાયન્ટ, તેમના પરિવારજનો અને કેરટેકર્સને દર સપ્તાહે વિનામૂલ્યે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યાં છે.
શિલ્પી વર્મા કહે છે કે ઘણા લોકો ઓછું હલનચલન કરી શક્તાં હોય છે તેથી તેઓ બેઠા બેઠા બ્રિધિંગ, સ્ટ્રેચિંગ અને રિલેક્સિંગ જેવા યોગાસનો કરી શકે છે. અમારા ક્લાયન્ટ કહે છે કે ઊંડા શ્વાસ લેવાના કારણે અમે ઘણી હળવાશ અનુભવીએ છીએ. અમેરિકાના એક અભ્યાસ અનુસાર બેઠા બેઠા કરેલી યોગપ્રક્રિયા પણ લાભકારી છે.
શિલ્પી વર્મા તેમના તમામ ક્લાયન્ટને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. આ કાર્યમાં લોકલ ડેન્ટિસ્ટ ડોય લવલિના બિન્દ્રા તેમને સહાય કરી રહ્યાં છે. વોલફિન્ચ હેરો એન્ડ બ્રેન્ટ યોગ અને ડેન્ટલ સર્વિસ માટેના નાણા ચૂકવે છે. સોશિયલ કેર એવોર્ડ્સમાં ધ હોમ કેર બિઝનેસ વૂમન ઓફ ધ યરનો એવોર્ડ હાંસલ કરનાર શિલ્પી વર્મા હવે સેવાઓના વિસ્તરણ માટે સ્થાનિક હેર ડ્રેસર્સ અને પોડિયાટ્રિસ્ટ્સ સાથે પણ ભાગીદારી કરી રહ્યાં છે. તેઓ કહે છે કે અમે આરોગ્ય અને તંદુરસ્તીમાં સુધારો કરતી એક્ટિવ કેર ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારા ક્લાયન્ટના જીવનો તેનાથી બદલાઇ રહ્યાં છે. વધુ માહિતી માટે https://walfinch.com/ પર સંપર્ક કરી શકાય છે.